Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસ સિવિલમાં 'પેમ્ફિગસ' બીમારીની સફળ સારવાર:40 વર્ષીય મહિલા 40 દિવસમાં સ્વસ્થ, 6 મહિનાથી મોઢામાં ચાંદા અને શરીર પર પાણી ભરેલા ફોડલા રહેતા

    2 weeks ago

    પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલે વધુ એક તબીબી સફળતા હાંસલ કરી છે. ચામડીના અત્યંત દુર્લભ અને ગંભીર ગણાતા 'પેમ્ફિગસ' (Pemphigus) રોગથી પીડાતી 40 વર્ષીય મહિલાને 40 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ કરવામાં આવી છે. 'રીટુકઝીમેબ' (Rituximab) ઇન્જેક્શન અને તબીબોની સચોટ નિદાન પદ્ધતિને કારણે દર્દી મૃત્યુના મુખમાંથી બહાર આવ્યા છે. 6 મહિનાની પીડાનો અંત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના એક ગામની આ મહિલા છેલ્લા 6 મહિનાથી મોઢામાં ચાંદા અને શરીર પર પાણી ભરેલા ફોડલાની ગંભીર સમસ્યાથી પીડાતી હતી. સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવાર લેવા છતાં કોઈ સુધારો ન થતા તેમની હાલત વધુ નાજુક બની હતી. અંતે પરિવારજનો તેમને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સ્કીન (ચામડી) વિભાગમાં લઈ આવ્યા હતા. જટિલ નિદાન અને આધુનિક સારવાર હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ તબીબોએ જરૂરી લેબોરેટરી રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે મહિલા 'પેમ્ફિગસ' નામની બીમારીથી સંક્રમિત છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાની જ ચામડી વિરુદ્ધ કામ કરવા લાગે છે. બીમારીની ગંભીરતા જોઈ તબીબોએ તાત્કાલિક અસરથી 'રીટુકઝીમેબ' ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો હતો. આ ઇન્જેક્શન શરીરમાં ખોટી રીતે સક્રિય થયેલી પ્રણાલીને નિયંત્રિત કરી બીમારીના મૂળ પર પ્રહાર કરે છે. 40 દિવસ સુધી ચાલેલી સઘન સારવાર અને નર્સિંગ સ્ટાફની દેખરેખના પરિણામે દર્દીના ચાંદા અને ફોડલા મટી ગયા છે અને તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. તબીબોની ટીમની પ્રશંસનીય કામગીરી આ સફળ ઓપરેશન અને સારવારમાં સ્કીન વિભાગના નિષ્ણાતો: ડૉ. પ્રિયંકા સોંદરવા ડૉ. દિનેશ ચૌધરી ડૉ. દીપક ચૌધરી ડૉ. કૌશિક ચૌધરી સહિતના મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. દર્દીના પરિવારજનોએ બનાસ હોસ્પિટલના તબીબોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આરોગ્ય ક્ષેત્રે બનાસની હરણફાળ પશુપાલકોના આર્થિક સહયોગથી નિર્મિત આ હોસ્પિટલ આજે ઉત્તર ગુજરાતમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરીની દેખરેખ હેઠળ અહીં મેડિસિન, સર્જિકલ, ENT અને ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં આ હોસ્પિટલ દરરોજ 1800થી વધુ દર્દીઓને ગુણવત્તાસભર સારવાર પૂરી પાડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    CET-2026 પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું:પંચમહાલના 10 કેન્દ્રો પર 200 મીટરનો પ્રતિબંધિત વિસ્તાર જાહેર
    Next Article
    સુરત મનપાના દબાણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ:રાયકા સર્કલ પાસે ફેરિયાઓનો હલ્લાબોલ અને તાનાશાહીના આક્ષેપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment