Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CET-2026 પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું:પંચમહાલના 10 કેન્દ્રો પર 200 મીટરનો પ્રતિબંધિત વિસ્તાર જાહેર

    1 week ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 29 માર્ચ, 2026ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET-2026) યોજાશે. આ પરીક્ષા પંચમહાલ જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન લેવાશે. પરીક્ષાના સુચારુ સંચાલન અને ગેરરીતિ અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત, પરીક્ષા કેન્દ્રોથી 200 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે. પંચમહાલ જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો પર 29 માર્ચ, 2026ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. જાહેરનામા મુજબ, પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સંબંધિત ફરજ પરના અધિકૃત કર્મચારીઓ સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રની આસપાસ અવરજવર કરવાની મનાઈ છે. કાયદેસરની ફરજ બજાવતા કર્મચારીઓને અવરોધ કરવા કે પરીક્ષાર્થીઓને ચોરી કરવામાં સીધી કે આડકતરી મદદ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ સહિત કોઈ પણ વ્યક્તિને પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવી વસ્તુઓ, જેમ કે મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, પુસ્તકો, કાપલીઓ કે અન્ય કોઈ પરીક્ષાલક્ષી સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા પર પ્રતિબંધ છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે, પરીક્ષા વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કોપિયર અને ફેક્સ મશીન સંચાલકોએ પરીક્ષાના દિવસે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તેમની સેવાઓ બંધ રાખવી પડશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી વડોદરામાં:કહ્યું-કોનો વિકાસ થઈ રહ્યો છે? ગરીબોનો, ખેડૂતોનો? કે અબજપતિઓનો? આ સવાલ થવો જોઈએ
    Next Article
    બનાસ સિવિલમાં 'પેમ્ફિગસ' બીમારીની સફળ સારવાર:40 વર્ષીય મહિલા 40 દિવસમાં સ્વસ્થ, 6 મહિનાથી મોઢામાં ચાંદા અને શરીર પર પાણી ભરેલા ફોડલા રહેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment