Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધી વડોદરામાં:કહ્યું-કોનો વિકાસ થઈ રહ્યો છે? ગરીબોનો, ખેડૂતોનો? કે અબજપતિઓનો? આ સવાલ થવો જોઈએ

    2 weeks ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. ત્રણ વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવકારીને 'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ આજવા ચોકડી પાસે આવેલા દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા છે. સંબંધોન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું આદિવાસી શબ્દથી શરૂઆત કરવા માગું છું. જો તમે 2000-3000 વર્ષ પહેલાં આવ્યા હોય તો તમામ જમીન આદિવાસીની હતી તે બાબતે કોઈ વિવાદ નથી. તમારો ઇતિહાસ જમીન ગુમાવવાની છે. ધીમે ધીમે તમને હટાવતા ગયા...હટાવતા ગયા...હવે 21મી સદીમાં નવો શબ્દ આવ્યો છે. RSS-BJPનો શબ્દ છે વનવાસી. વનવાસીનો મતલબ કે તમે ઓરિજિનલ માલિક નહોતા. આદિવાસીનો મતલબ આ દેશ તમારો હતો, જલ, જંગલ અને જમીન તમારી હતી. વનવાસીનો મતલબ જલ, જંગલ અને જમીન તમારા નથી. વનવાસી એ બિરસા મુંડાની વિચારધારા પર પ્રહાર છે. આ જુઓ બંધારણ. આ આઝાદી પછી લખવામાં આવ્યું છે. હિન્દુસ્તાનનો કાયદો અને વિઝન છે. પરંતુ આ નવી બુક નથી. આ બુકમાં હજારો વર્ષ જૂની વિચારધારા છે.
    Click here to Read More
    Previous Article
    દેશનું પ્રથમ LPG ATM, મિનિટમાં મળશે સિલિન્ડર:ગુરુગ્રામમાં 24 કલાક મળી રહ્યો છે 10 કિલોનો સિલિન્ડર, લાંબી લાઈનથી છુટકારો
    Next Article
    CET-2026 પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું:પંચમહાલના 10 કેન્દ્રો પર 200 મીટરનો પ્રતિબંધિત વિસ્તાર જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment