Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશનું પ્રથમ LPG ATM, મિનિટમાં મળશે સિલિન્ડર:ગુરુગ્રામમાં 24 કલાક મળી રહ્યો છે 10 કિલોનો સિલિન્ડર, લાંબી લાઈનથી છુટકારો

    1 week ago

    ગુરુગ્રામના સોહના વિસ્તારમાં સેક્ટર 33 ખાતે સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલીમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ દેશનું પ્રથમ 'LPG ATM' એટલે કે ગેસ વેન્ડિંગ મશીન શરૂ કર્યું છે. તેને 'ભારત ગેસ ઇન્સ્ટા LPG' નામ આપવામાં આવ્યું છે. આ ઉત્તર ભારતમાં આ પ્રકારની પ્રથમ સ્વચાલિત સિસ્ટમ છે, જે 24 કલાક ખુલ્લી રહે છે અને રાંધણ ગેસ સિલિન્ડરની તાત્કાલિક મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં LPG સપ્લાય ચેઇનમાં વિલંબ, મિડલ ઇસ્ટમાં તણાવ અને ગભરાટભરી બુકિંગને કારણે ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં ગ્રાહકોને ડિલિવરી માટે દિવસો સુધી રાહ જોવી પડી રહી છે. આવી સ્થિતિમાં, ગુરુગ્રામમાં આ LPG ATM એક મોટી રાહત લઈને આવ્યું છે. આ મશીન ATMની જેમ જ કામ કરે છે, ગ્રાહકો ખાલી સિલિન્ડર લાવીને થોડી જ મિનિટોમાં ભરેલો સિલિન્ડર મેળવી શકે છે. પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને સંપર્ક-રહિત (કોન્ટેક્ટલેસ) છે. 2 મિનિટમાં મળશે સિલિન્ડર આખી પ્રક્રિયામાં માત્ર 2 થી 3 મિનિટનો સમય લાગે છે. આ મશીન હળવા વજનના કમ્પોઝિટ સિલિન્ડરનું વિતરણ કરે છે, જે પરંપરાગત સ્ટીલ સિલિન્ડર કરતાં ઘણા હળવા હોય છે અને મહિલાઓ તથા વૃદ્ધો માટે તેને ઉઠાવવા- લઈ જવા સરળ હોય છે. હાલમાં અહીંથી 10 કિગ્રાના સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ મશીનમાં એક સમયે 10 સિલિન્ડર રાખી શકાય છે. જ્યારે સ્ટોક બે સિલિન્ડર જેટલો રહી જાય છે, ત્યારે નજીકની ગેસ એજન્સીને ઓટોમેટિક એલર્ટ મોકલવામાં આવે છે, જેથી રીસ્ટોકિંગ સમયસર થઈ શકે. આ પ્રોજેક્ટ BPCLનો પાયલોટ પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ્ય પરંપરાગત ડિલિવરી સિસ્ટમ પરની નિર્ભરતા ઘટાડવાનો અને ગ્રાહકોને 24x7 સુવિધા પૂરી પાડવાનો છે. રહેવાસીઓને ફાયદો મળી રહ્યો છે સોસાયટીના ફેસિલિટી ડેપ્યુટી મેનેજર અમિત ખટાનાએ જણાવ્યું કે સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલીના રહેવાસીઓ માટે આ ખાસ કરીને ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, કારણ કે તેઓ હવે રાત્રિના સમયે કે રજાના દિવસે પણ કોઈ એજન્ટની રાહ જોયા વિના સિલિન્ડર મેળવી શકે છે. આ મશીન ખૂબ જ સુવિધાજનક છે. પહેલાં ડિલિવરીની રાહ જોવી પડતી હતી, હવે જાતે જઈને 2 મિનિટમાં કામ થઈ જાય છે. અન્ય ઘણા રહેવાસીઓએ પણ આને 'સ્માર્ટ સિલિન્ડર'ની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે. જો આ પાયલોટ સફળ રહ્યો તો તેને અન્ય શહેરો અને રહેણાંક કોલોનીઓમાં પણ વિસ્તૃત કરી શકાય છે. આનાથી માત્ર ગેસ સંકટ જેવી પરિસ્થિતિઓમાં મદદ મળશે એટલું જ નહીં, પરંતુ ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યોને પણ બળ મળશે. 'LPG ATM મશીન કેવી રીતે કામ કરે છે?
    Click here to Read More
    Previous Article
    વધુ બે ભારતીય જહાજ ભારત આવવા રવાના:'જગ વસંત-પાઈન ગેસ'ને લીલી ઝંડી! ઈરાને કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજ લઇ જવા 18.8 કરોડ ટોલ ટેક્સ વસૂલવાનો દાવો ખોટો
    Next Article
    રાહુલ ગાંધી વડોદરામાં:કહ્યું-કોનો વિકાસ થઈ રહ્યો છે? ગરીબોનો, ખેડૂતોનો? કે અબજપતિઓનો? આ સવાલ થવો જોઈએ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment