Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ બે ભારતીય જહાજ ભારત આવવા રવાના:'જગ વસંત-પાઈન ગેસ'ને લીલી ઝંડી! ઈરાને કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજ લઇ જવા 18.8 કરોડ ટોલ ટેક્સ વસૂલવાનો દાવો ખોટો

    2 weeks ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 24મો દિવસ છે. આ ભયંકર યુદ્ધ વચ્ચે ભારતને વધુ એક મોટી રાજદ્વારી સફળતા મળતી દેખાઈ રહી છે. માહિતી અનુસાર, ઈરાને વધુ બે ભારતીય એલપીજી ટેન્કરોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. ભારતીય એલપીજી ટેન્કર 'જગ વસંત અને પાઈન ગેસ'ને પણ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની મંજૂરી મળ્યાના અહેવાલ આવી રહ્યા છે. ભારતીય નૌકાદળના સૂત્રોએ જણાવ્યું છે કે ઈરાન સાથેની બેકચેનલ પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. ભારતના પાંચમા જહાજને સફળતા 'જગ વસંત અને પાઈન ગેસ' પહેલાં બે ભારતીય એલપીજી ટેન્કરો શિવાલિક, નંદા દેવી અને એક ક્રૂડ ઓઇલ ટેન્કર જગ લાડકી ફારસની ખાડીના યુદ્ધગ્રસ્ત વિસ્તારને પાર કરીને સ્વદેશ આવી ચૂક્યા છે. જણાવી દઈએ કે આઈઆરજીસીએ કેટલાક ખાસ દેશોના વ્યાપારી જહાજોને જ હોર્મુઝમાંથી પસાર થવા દીધા છે, જેમાં ભારત સૌથી પ્રમુખ છે. ઇરાને યુદ્ધવિરામ માટે 3 નવી શરતો મૂકી છે ઇરાને યુદ્ધવિરામ માટે 3 નવી શરતો મૂકી છે. ઇરાનના એક મોટા અધિકારીએ લેબનીઝ મીડિયા અલ મયાદીનને રવિવારે જણાવ્યું કે તેમનો દેશ પહેલેથી નિર્ધારિત યોજના મુજબ કામ કરી રહ્યો છે. આ ત્રણ નવી શરતોમાં પહેલી વિસ્તારમાં હાજર અમેરિકી સૈન્ય મથકોને બંધ કરવામાં આવે, બીજી હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમો બનાવવામાં આવે અને ત્રીજી ઈરાન વિરુદ્ધ માનવામાં આવતા મીડિયા સાથે સંકળાયેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને તેમનું પ્રત્યાર્પણ કરવામાં આવે. જ્યારે આ પહેલા ઈરાને કહ્યું હતું કે યુદ્ધવિરામ માટે ભવિષ્યમાં ફરીથી યુદ્ધ ન થવાની ગેરંટી આપવામાં આવે, નુકસાનનું વળતર આપવામાં આવે અને સમગ્ર ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધો સમાપ્ત કરવામાં આવે. ઈરાની અધિકારીનું કહેવું છે કે તેમનો દેશ દુશ્મનોને પાઠ ન શીખવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખશે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    March 23, 2026: Delhi’s students deserve answers on the air they breathe
    Next Article
    દેશનું પ્રથમ LPG ATM, મિનિટમાં મળશે સિલિન્ડર:ગુરુગ્રામમાં 24 કલાક મળી રહ્યો છે 10 કિલોનો સિલિન્ડર, લાંબી લાઈનથી છુટકારો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment