Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાલજના બટર ફ્લાય બ્રિજ નીચે અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું મોત:કલોલથી પરત ફરતા હતા ને અજાણ્યા વાહને ટક્કર મારી, અમદાવાદ-મહેસાણા હાઈવે ફરી રક્ત રંજિત

    2 weeks ago

    અમદાવાદ મહેસાણા હાઈવે અડાલજ બટર ફ્લાય બ્રિજ નીચે ગઈકાલે રવિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કલોલ ખાતે સંબંધીના ઘરે ખબર પૂછીને પરત અમદાવાદ જઈ રહેલા બાઇક સવાર દંપતીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત દંપતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અડાલજ બટર ફ્લાય બ્રિજ નીચે અકસ્માતમાં અમદાવાદના દંપતીનું મોત અમદાવાદના કાંકરિયા પુરાણી હાઉસિંગ સોસાયટીમાં રહેતા વિજયભાઈ હરીશભાઈ શ્રીમાળી કઠવાડા ખાતે એલ્યુમીનીયમ ભંગારની દલાલીનુ કરે છે. જ્યારે તેમના નાના ભાઈ જયેશભાઈ અને તેની પત્ની શિલ્પાબેનને સંતાનમાં 12 વર્ષીય પુત્ર આલોક અને છ વર્ષીય પુત્ર કેવલ છે. ગઈકાલે રવિવારે બપોરના બંને ભાઈઓ પોતાની પત્નીઓ સાથે અલગ અલગ બાઇક લઇને કલોલ ખાતે રહેતા તેમના કાકાના ઘરે ખબર અંતર પૂછવા માટે ગયા હતા. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બંને પટકાયા બાદમાં રાત્રિના સમયે ચારેય જણા ઘરે પરત જવા નીકળ્યા હતાં. તે વખતે આશરે રાત્રીના સવા દસેક વાગે મહેસાણાથી અમદાવાદ શેરથા ટોલટેક્ષ ઉપર ટ્રાફીક વધુ હોવાથી જયેશ અને શિલ્પાબેન બાઇક પર આગળ નીકળી ગયા હતાં. ત્યારે અડાલજ બટર ફ્લાય ઓવરબ્રિજ નીચે જયેશભાઈના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર જયેશભાઈ અને તેમના પત્ની શિલ્પાબેન રોડ પર પટકાયા હતા. 'બંને નિસ્તેજ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા' આ દરમિયાન પાછળ આવી રહેલા વિજયભાઈએ ઘટનાસ્થળે પહોંચીને જોયું તો તેમના ભાઈ અને ભાભીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને નિસ્તેજ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જ્યારે ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. મૃતદેહોને પીએમમાં ખસેડાયા, ગુનો નોંધાયો બાદમાં સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર માટે પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ પતિ પત્નીના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા અડાલજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને મૃતક દંપતીના મૃતદેહોને અડાલજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વિજયભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાના દબાણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ:રાયકા સર્કલ પાસે ફેરિયાઓનો હલ્લાબોલ અને તાનાશાહીના આક્ષેપો
    Next Article
    10 Years After Divorce, Priyadarshan And Ex-Wife Lissy Start Living Together Again With 'No Plans To Remarry'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment