Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વરમાં જમીન વિવાદમાં જેઠે ભોજાઈ પર હુમલો કર્યો:લેન્ડ ગ્રેબિંગ અરજીના મનદુઃખમાં કવાડાથી હુમલો, મહિલાને માથામાં ઇજા

    5 days ago

    પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામની સીમમાં કૌટુંબિક જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. લેન્ડ ગ્રેબિંગની અરજીના મનદુઃખમાં જેઠે પોતાની ભોજાઈ પર કવાડા વડે હુમલો કર્યો હતો, જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત મહિલાને હાલ શંખેશ્વરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મુજપુર ગામના 52 વર્ષીય ભગીબેન ભગવાનભાઈ નાડોદા દેસાઈએ શંખેશ્વર પોલીસ મથકે આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભગીબેન તેમના પુત્ર પ્રકાશ સાથે સીમમાં આવેલા 'જડીવાળું' નામના ખેતરે કામ કરી રહ્યા હતા. તે સમયે તેમના જેઠ દજા લખમણ દેસાઈ ત્યાં આવી પહોંચ્યા હતા. દજાએ પ્રકાશને ઉદ્દેશીને 'તે કેમ મારા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી છે?' તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ બોલાચાલી ઉગ્ર બનતા દજા પોતાના ખેતરમાંથી કવાડું લઈ આવ્યા અને પ્રકાશ પર હુમલો કરવા દોડ્યા હતા. પુત્રને બચાવવા માટે ભગીબેન વચ્ચે પડતા, દજાએ કવાડાનો ફટકો તેમના માથાના ભાગે માર્યો હતો, જેના કારણે ભગીબેન લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આરોપી દજા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગામના દીપક હીરા દેસાઈએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત ભગીબેનને ખાનગી વાહન દ્વારા શંખેશ્વર સી.એચ.સી. ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. શંખેશ્વર પોલીસે ભગીબેનની ફરિયાદના આધારે આરોપી દજા લખમણ નાડોદા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 118(1) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવાજી બબાજી ઠાકોર કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની પ્રાથમિક મતદાર યાદી જાહેર:શહેરના 1 લાખથી વધુ મતદારો ઘટ્યા, બુથ 991થી વધીને 1016 થયા; તમારું નામ મતદાર યાદીમાં ન હોય તો શું કરવું જાણો
    Next Article
    હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો:અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLAના દીકરા યુવરાજે પોલીસ સાથે પણ તકરાર કરી, વીડિયો વાઇરલ થતાં તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment