Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની પ્રાથમિક મતદાર યાદી જાહેર:શહેરના 1 લાખથી વધુ મતદારો ઘટ્યા, બુથ 991થી વધીને 1016 થયા; તમારું નામ મતદાર યાદીમાં ન હોય તો શું કરવું જાણો

    5 days ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 માટેની વહીવટી પ્રક્રિયામાં આજે એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. જેમાં શહેરના તમામ 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી આજરોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ આ નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 1થી 18 વોર્ડમાં ગત વર્ષે, 10,93,991 મતદારો સામે ચાલુ વર્ષે 9,85,922 મતદારો નોંધાયા છે. એટલે કે 1 લાખથી વધુ મતદારો ઘટયા છે. જ્યારે બુથ અગાઉના 991થી વધીને 1016 થયા છે. જો મતદાર યાદીમાં નામ ન હોય તો જરૂરી આધાર-પુરાવા સાથે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં 10 લાખ મતદારો પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકા વિસ્તારના 1થી 18 વોર્ડ માટેની મતદાર યાદી વિધાનસભા મતવિસ્તારની વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીના શુદ્ધિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડુપ્લીકેશન, સ્થળાંતર અને ગેરહાજર મતદારોના નામ કમી કરવાની સઘન કામગીરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે ગત ચૂંટણીની સરખામણીએ મતદારોની સંખ્યામાં ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ રાજકોટમાં કુલ 10,93,991 મતદારો હતા, જે શુદ્ધિકરણ પ્રક્રિયા બાદ હવે કુલ 9,85,952 થયા છે. આ કુલ મતદારોમાં 5,10,086 પુરુષો, 4,75,848 સ્ત્રીઓ અને 18 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને 25 બૂથનો વધારો ચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર, મતદારોની સુવિધા માટે આ વખતે મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરમાં 991 બૂથ હતા, જેમાં 25 બૂથનો વધારો કરીને હવે કુલ 1016 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. ભૌગોલિક રીતે જોતા, સૌથી વધુ 77 બૂથ વોર્ડ નંબર 3 માં અને સૌથી ઓછા 42 બૂથ વોર્ડ નં 5 માં રાખવામાં આવ્યા છે. મતદાનના દિવસે નાગરિકોને સુગમતા રહે તે માટે આ ફેરફાર વધતી જતી વસ્તી અને ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. યાદી વિધાનસભા પરથી તૈયાર કરીને કુલ 1થી 18 વોર્ડમાં વિભાજીત કરાઈ રાજકોટ મનપાનાં ચુંટણી વિભાગના અધિકારી પ્રણય પંચાલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં આ મામલે જણાવ્યું હતું કે, આજે રાજ્યનાં ચૂંટણી આયોગની સૂચનાથી અને મહાનગરપાલિકાના મતદાર નોંધણી અધિકારી અને કમિશનર સાહેબ તથા રાજકોટ જિલ્લા અને શહેર ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબના સહકાર અને સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી વિધાનસભા પરથી તૈયાર કરીને કુલ 1થી 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે. 18 વોર્ડના મળીને કુલ 9.85 લાખ જેટલા અંદાજિત મતદારો નોંધાયા મહાપાલિકાની ગત ચૂંટણીમાં અંદાજિત 10,93,991 જેટલા મતદારો નોંધાયેલા હતા. ત્યારબાદ હાલમાં જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) થયો છે તેના લીધે ગેરહાજર, સ્થળાંતરિત કે ડુપ્લીકેશન ધરાવતા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. હવે 18 વોર્ડના મળી કુલ 9,85,952 જેટલા અંદાજિત મતદારો નોંધાયા છે. ચૂંટણીનાં બૂથની વાત કરીએ તો ગત ચૂંટણીમાં અંદાજિત 991 બૂથ હતા, જેમાં વસ્તીના ફેરફાર મુજબ વધારો કરવામાં આવ્યો છે. વર્તમાનમાં કુલ 1016 બૂથ છે એટલે કે ગત વખત કરતા અંદાજે 25 જેટલા બૂથનો વધારો થયો છે. નામ મતદાર યાદીમાં ન હોય તો શું કરવું જાણો હાલ રાજકોટ શહેરની સેન્ટ્રલ ઝોન કચેરીની સાથે સાથે મનપાનાં તમામ વોર્ડ ઓફોસોમાં પણ આ મતદાર યાદી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. ત્યારે લોકોએ આ મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન હોય અથવા આ યાદીમાં કોઈપણ સુધારો-વધારો કરાવવો હોય તો તેઓ જરૂરી આધાર પુરાવા સાથે ચૂંટણી શાખાનો સંપર્ક કરી શકે છે. આ સુધારા-વધારા ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થાય ત્યાં સુધી કરી આપવામાં આવશે. ખાસ સંજોગોમાં ઉમેદવારીનાં 10 દિવસ અગાઉ સુધી પણ સુધારા વધારા કરવામાં આવશે. મનપાની મુખ્ય ચૂંટણી શાખામાં યાદી જોઈ શકાશે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અધિકારી પ્રણય પંચાલ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, આ પ્રાથમિક મતદાર યાદી આજથી જ જાહેર જનતાના અવલોકન માટે મૂકી દેવામાં આવી છે. નાગરિકો ઢેબર રોડ પર આવેલ ડો. આંબેડકર ભવન ખાતે ત્રીજા માળે રૂમ નંબર 11 માં આવેલી મનપાની મુખ્ય ચૂંટણી શાખામાં આ યાદી જોઈ શકશે. 18 વોર્ડ ઓફિસોમાં પણ જે-તે વોર્ડની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ઉપરાંત, શહેરની તમામ 18 વોર્ડ ઓફિસોમાં પણ જે-તે વોર્ડની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. નાયબ કમિશનરે મતદારોને અપીલ કરી છે કે તેઓ નિયત સ્થળે જઈને પોતાનું નામ અને અન્ય વિગતોની ખાતરી કરી લે. જો કોઈ લાયક મતદાર બાકાત રહી ગયો હોય તો તેઓ જરૂરી આધાર-પુરાવા સાથે સુધારો કરાવી શકશે.
    Click here to Read More
    Previous Article
    ગીર બોર્ડર પર 'નોટિસ રાજ' થી ખેડૂતોમાં ભારે રોષ:ગીરના 0 થી 1 કિમી વિસ્તારમાં હોમસ્ટે મુદ્દે સરકાર અને ખેડૂતો આમને-સામને: "અમને વિકાસના નામે ફરી ઝૂંપડામાં ન ધકેલો",વન વિભાગ સામે આક્રોશ અને આંદોલનની ચીમકી
    Next Article
    શંખેશ્વરમાં જમીન વિવાદમાં જેઠે ભોજાઈ પર હુમલો કર્યો:લેન્ડ ગ્રેબિંગ અરજીના મનદુઃખમાં કવાડાથી હુમલો, મહિલાને માથામાં ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment