Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીના વિરહમાં વૃદ્ધે તાપી નદીમાં ઝંપલાવ્યું:સિંગણપોર-ડભોલી કોઝવે પાસેથી લાશ મળી, કોઈને પણ કહ્યાં વગર ઘરેથી નીકળી ગયા'તા

    5 days ago

    સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા એક 70 વર્ષીય વૃદ્ધે પોતાની જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી ગઈ છે. પત્નીના અવસાન બાદ એકલતા અને વિરહથી પીડાતા વૃદ્ધે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. સવારે સિંગણપોર-ડભોલી કોઝવે પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા'તા મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સુરતના વેડરોડ પર આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા શંકરભાઈ બાબુભાઈ બારાપાત્રે (ઉં.વ. 70) નિવૃત્ત જીવન ગાળતા હતાં. રાત્રે આશરે 9:00 વાગ્યાની આસપાસ તેઓ પરિવારમાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતાં. મોડી રાત સુધી તેઓ પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પત્નીના અવસાન બાદ માનસિક રીતે ભાંગી પડ્યા હતા પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, શંકરભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ અને બે પુત્રો છે. થોડા સમય પૂર્વે જ તેમના ધર્મપત્નીનું અવસાન થયું હતું. જીવનભરનો સાથ છૂટી જતાં શંકરભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને સતત હતાશામાં રહેતા હતાં. પત્નીના વિરહને તેઓ સહન ન કરી શકતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વૃદ્ધની લાશ તાપી નદીના કોઝવે પાસે લોકોને તરતી દેખાઈ સવારે તાપી નદીના કોઝવે પાસે એક વૃદ્ધનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ચોકબજાર પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની પાસેથી તેમનું આધારકાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે તેમની ઓળખ શંકરભાઈ બારાપાત્રે તરીકે થઈ હતી. પોલીસે તાત્કાલિક તેમના પરિવારજનોનો સંપર્ક કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. પત્નીના વિરહમાં વૃદ્ધે અંતિમ પગલું ભર્યું ચોકબજાર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પત્નીના વિરહમાં વૃદ્ધે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે, તેમ છતાં અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મનપાની ગાંધીગીરી:વેપારીઓને ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા માહિતી સાથે પેપર બેગનું વિતરણ કરાયું
    Next Article
    આણંદ સાયબર ક્રાઇમે વીઝા ફ્રોડના બે આરોપીઓને ઝડપ્યા:લાંબા સમયથી ફરાર આરોપીઓને જેલ હવાલે કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment