Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ સાયબર ક્રાઇમે વીઝા ફ્રોડના બે આરોપીઓને ઝડપ્યા:લાંબા સમયથી ફરાર આરોપીઓને જેલ હવાલે કરાયા

    5 days ago

    આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વીઝા ફ્રોડના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ જામીન મળ્યા બાદ કોર્ટની મુદતોમાં હાજર રહેવાને બદલે નાસી છૂટ્યા હતા, જેના પગલે કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૨માં આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનામાં જામીન મળ્યા પછી, આરોપીઓ ઉમરેઠ તાલુકા કોર્ટમાં નિયમિત મુદતોમાં હાજર રહ્યા ન હતા અને ફરાર થઈ ગયા હતા. આથી, કોર્ટે તેમની ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યું હતું. પોલીસ ટીમે સંભવિત સ્થળોએ વોચ ગોઠવીને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી પ્રકાશ ઉર્ફે પકો સુરેશભાઈ ગદાણી અને કોચરબ ગામમાંથી ચિરાગ ઉર્ફે જીગો ઉર્ફે વીરલ દલવાડી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટના આદેશ મુજબ તેમને જેલ હવાલે કરવાની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીના વિરહમાં વૃદ્ધે તાપી નદીમાં ઝંપલાવ્યું:સિંગણપોર-ડભોલી કોઝવે પાસેથી લાશ મળી, કોઈને પણ કહ્યાં વગર ઘરેથી નીકળી ગયા'તા
    Next Article
    Dang Crime News | મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી વાહન ચોરી કરતા બે રીઢા આરોપી પોલીસ સંકજામાં| News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment