Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મનપાની ગાંધીગીરી:વેપારીઓને ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા માહિતી સાથે પેપર બેગનું વિતરણ કરાયું

    5 days ago

    ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણના જતનના ઉમદા હેતુથી એક વિશેષ ગાંધીગીરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દંડનીય કાર્યવાહીને બદલે પાલિકાએ આ વખતે સમજાવટ અને જાગૃતિનો માર્ગ અપનાવી શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ગંભીર અસર આ વિશેષ અભિયાનમાં સ્વસહાય જૂથની બહેનોએ ખભેખભા મિલાવીને સક્રિય ભૂમિકા ભજવી રહી છે. શહેરના ધમધમતા સેક્ટર-21, 24, સેક્ટર-7 અને મીના બજાર જેવા વિસ્તારોમાં આવેલી શાકમાર્કેટમાં બહેનોએ રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓ તેમજ ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પેપર બેગનું વિતરણ કરાયું આ અભિયાનની ખાસિયત એ રહી કે વેપારીઓને માત્ર પ્લાસ્ટિક છોડવાની સલાહ જ નહીં પરંતુ તેના વિકલ્પ તરીકે પ્રતિકાત્મક રીતે પેપર બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પાલિકાની આ નવતર પદ્ધતિને કારણે વેપારીઓએ પણ હકારાત્મક પ્રતિસાદ આપતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની ખાતરી આપી હતી. ઈકો-ફ્રેન્ડલી વિકલ્પોના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કાર્યક્રમો મહાનગર પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાને બદલે નાગરિકોમાં સ્વૈચ્છિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે જેથી ગાંધીનગરને સાચા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત ગ્રીન સિટી બનાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    સુરત પોલીસે 5000 સ્ક્વેરફૂટ ગ્રાઉન્ડ, 45 ફૂટનો કૂવો ખોદ્યો પણ...:3 વર્ષથી ગુમ કિશોરની હત્યા મિત્રએ કર્યાની કબૂલાત છતાં ડેડબોડી ન મળી; હવે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાશે
    Next Article
    પત્નીના વિરહમાં વૃદ્ધે તાપી નદીમાં ઝંપલાવ્યું:સિંગણપોર-ડભોલી કોઝવે પાસેથી લાશ મળી, કોઈને પણ કહ્યાં વગર ઘરેથી નીકળી ગયા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment