Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પોલીસે 5000 સ્ક્વેરફૂટ ગ્રાઉન્ડ, 45 ફૂટનો કૂવો ખોદ્યો પણ...:3 વર્ષથી ગુમ કિશોરની હત્યા મિત્રએ કર્યાની કબૂલાત છતાં ડેડબોડી ન મળી; હવે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાશે

    5 days ago

    સુરતના પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારનો 17 વર્ષીય પુત્ર ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, જે આજદીન સુધી પરત આવ્યો નથી. કિશોરને તેનો પરિવાર પણ ભૂલી ગયો હતો, ત્યાં એક મિત્રએ કિશોરના ભાઈનો સંર્પક કરી તેને બે મિત્ર સાથે મળી કોશોરની હત્યા કરી જમીનમાં દાટી દીધો હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં સુરત પોલીસ છેલ્લા બે મહિના કિશોરની ડેડબોડી શોધી રહી છે. પોલીસે બે મહિના સુધી 5000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડમાં પાંચ ફીટ અને અન્ય એક 45 ફૂટનો કૂવો ખોદ્યો છતાં ડેડબોડી નહિ મળતાં આખરે પોલીસને ત્રણેય મિત્ર વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધવાની ફરજ પડી છે. સાથે જ હવે હત્યાની કબૂલાત કરનાર મિત્રનો નાર્કો અને લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાશે. મિત્રએ જ કિશોરની હત્યા કર્યાની કબૂલાત કરી મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને પૂણાગામ ભૈયાનગરમાં રહેતા અનિલ ગૌડને ત્રણ વર્ષથી ગુમ 17 વર્ષીય નાનાભાઇ વિવેક ઉર્ફે ગબ્બરનો મિત્ર દિવ્યાંશુ ગત 25 જાન્યુઆરીએ મળ્યો હતો, જેમાં તેણે વિવેકની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. 22 મે, 2023એ દિવ્યાંશુંએ અન્ય બે સાગરીત કુંદન ઝા અને મોનુ સંતોષ ઠાકુર સાથે મળી તેની હત્યા કરી હોવાનું અને ડેડબોડીને પૂણા કેનાલ રોડ ઉપર રંગઅવધૂત સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં દાટી દીધાનું જણાવ્યું હતું. આ ઉપરાંત હત્યાના થોડાક સમય બાદ ફરી કબર ખોદીને માથું બાજુમાં આવેલા કૂવામાં ફેંકી દીધાની સનસનાટીભરી દિવ્યાંશુએ કબૂલાત કરી હતી. આ મામલે પરિવારજનોએ પુણા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આખા પ્લોટને 5 ફૂટ ઊંડો ખોદી નાખ્યો પણ ડેડબોડી ન મળી પૂણા પોલીસે મામલોને ગંભીરતાથી લીઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. વિવેકના મિત્રએ જે ખુલ્લો પ્લોટ જણાવ્યો હતો તે 50 બાય 100 ફૂટના આખો પ્લોટને પોલીસે પાંચ ફૂટ ઊંડે સુધી ખોદી કાઢ્યો હતો. એટલું જ નહિ તે કૂવામાં માથું નાંખ્યું હોવાની વાત જણાવાઇ હતી તે કૂવો તેના માલિકે પુરાવી દીધો હતો, તેને પણ મજૂરો મારફત 45 ફૂટ સુધી ખોદી નાંખ્યો હતો, પરંતુ એક પણ સ્થળેથી ડેડબોડીના કોઈ અવશેષ મળ્યા ન હતા. યુવકે બતાવેલી જગ્યા પર બે મહિના સુધી ખોદકામ ચાલ્યું પોલીસે માનવ અંગો શોધવા જી.પી.આર. (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર)નો પણ ઉપયોગ કર્યો હતો. આ ટેકનોલોજી જમીનમાં દટાયેલું હાડપિંજર, લોખંડ સહિતના અવશેષો શોધવામાં મદદરૂપ થાય છે. યુવકોએ બતાવેલી જગ્યાએ સતત બે મહિના સુધી ખોદકામ છતાં કોઈ માનવઅંગો શોધવામાં પોલીસને સફળતાને બદલે હતાશા હાથ લાગી હતી. યુવકોની કબૂલાત છતાં ડેડબોડી નહિ મળે તે સંજોગોમાં સાબિત કરવું મુશ્કેલ બનતા પોલીસે ગુમ યુવકના ભાઈની ફરિયાદને આધારે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને શકદાર તરીકે હત્યા કર્યાની વાત કબૂલાત કરનાર ત્રણેય યુવકનું નામ લખ્યા હતા. કિશોરને પરિવારે ગુટખા અને નશીલા પદાર્થના સેવન મામલે ઠપકો આપ્યો હતો આ અંગીને નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, વરાછાની જય અંબે સ્કૂલ નજીક દયા પાર્ક સોસાયટીમાં રહેતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરતો અનીલ મુન્નાલાલ ગૌડ (ઉં.વ.30, મૂળ રહે. પાહો બજાર, તા. ચુનાર, મીર્ઝાપુર, યુ.પી)નો ધો.8 સુધીનો અભ્યાસ કરનાર નાનો ભાઈ વિવેક ઉર્ફે ગબ્બર (ઉં.વ.17) 22 મે, 2023ના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર કયાંક ચાલ્યો ગયો હતો. ગુટખા અને નશીલા પદાર્થનો બંધાણી વિવેકને પરિજનો ઠપકો આપતા અગાઉ પણ ઘરથી જતો રહ્યો હતો અને પરત આવી જતો હતો, જેથી પરિજનોએ આ સમયે શોધખોળ કરી ન હતી. પોલીસે ત્રણ સામે અપહરણની ફરિયાદ નોંધી 25 જાન્યુઆરી, 2026ના રોજ દિવ્યાંશું લાલબાબુશાહ ગુપ્તા (ઉં.વ.19 રહે. બજરંગનગર, પુણા અને મૂળ. સીતામઢી)એ અનીલનો સંર્પક કરી તમારો ભાઈ વિવેક મારો પણ મિત્ર હતો અને તેના બીજા બે મિત્ર કુંદન અનીલ ઝા (ઉં.વ. 18) અને મોનુ સંતોષ ઠાકુર (ઉં.વ.23 બંને રહે. રંગ અવધૂત સોસાયટી, કેનાલ રોડ, પુણા અને મૂળ દરભંગા, બિહરા)એ ક્યાંક ગુમ કર્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલો પોલીસમાં પહોંચતા પોલીસ તપાસમાં વિવેકને દિવ્યાંશું, કુંદન અને મોનુ સાથે મિત્રતા તથા મોડીરાત સુધી સાથે જ હરતા-ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. વિવેક ઉર્ફે ગબ્બરનો આજદિન સુધી પત્તો નહીં મળતા ત્રણેય મિત્ર વિરુદ્ધ અપહરણની આશંકા વ્યકત કરતી ફરિયાદ નોંધી છે. કિશોરને પરિવાર પણ ભૂલી ગયો હતો વિવેક ઉર્ફે ગબ્બર ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પરિજનો તેને ભુલી પણ ગયા હતા, પરંતુ અચાનક જ દિવ્યાંશુ ગુપ્તાએ વિવેકના ભાઈનો સંપર્ક કરી વિવેકને તેના બે મિત્ર કુંદન ઝા અને મોનુ ઠાકુરે ગુમ કર્યાની જાણ કરી હતી, જેથી પરિજનો ચોંકી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ દિવ્યાંશુને કુંદન અને મોનુ વચ્ચે કોઇક બાબતે ઝઘડો થતા તેમને ફસાવવા કારસો રચ્યો હતો. પરંતુ કુંદન અને મોનુની પૂછપરછમાં ખુદ દિવ્યાંશુ જ શંકાના દાયરામાં આવી ગયો છે. આગામી દિવસોમાં ત્રણેયના નાર્કો અથવા તો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાશે હાલ 20 વર્ષની ઉંમરનો વિવેક ગુમ થયો ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી અને આશ્ચર્યની બાબત એ છે કે, તેના જ મિત્ર દિવ્યાશુંએ અન્ય બે મિત્ર કુંદન અને મોનુએ ગુમ કર્યાની આશંકા વ્યકત કરી છે. હાલ ત્રણેય જણા શંકાના દાયરામાં છે, પરંતુ વિવેકની ભાળ મળે એવી કોઈ કડી હાથ નહીં લાગતા પોલીસ આગામી દિવસોમાં ત્રણેયના નાર્કો એનાલિસિસ ટેસ્ટ અથવા તો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પેટ્રોલ પંપને મળતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ:સપ્લાય ખોરવાતા અમદાવાદ, સુરત અને રાજકોટમાં કેટલાક પંપ બંધ થયા
    Next Article
    ગાંધીનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મનપાની ગાંધીગીરી:વેપારીઓને ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા માહિતી સાથે પેપર બેગનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment