Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર: સહકારી જીન ઓવરબ્રિજ સર્વિસ રોડ પર ટ્રાફિક જામ:વાહનચાલકો અડધો કલાકથી ફસાયા, ઓવરબ્રિજ બન્યા છતાં હાલાકી

    6 days ago

    હિંમતનગરના સહકારી જીન ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આજે સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકોને અડધો કલાકથી વધુ સમય સુધી ફસાઈ રહેવું પડ્યું હતું, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાફિક જામ સવારે 10 વાગ્યાથી શરૂ થયો હતો. કાંકરોલથી મોતીપુરા તરફ જતા સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સહકારી જીન ચાર રસ્તાથી અનંતેશ્વર મહાદેવ મંદિર સુધી પણ વાહનોની ભીડ જામી હતી. એક કારચાલક ચિંતન પંચાલે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર સહકારી જીન ચાર રસ્તે ઓવરબ્રિજ બન્યો તે પહેલા પણ ટ્રાફિક રહેતો હતો. હવે ઓવરબ્રિજ ચાલુ હોવા છતાં સર્વિસ રોડ પર ટ્રાફિક જામ રહે છે. હું મેડીસ્ટારથી મોતીપુરા જવાના સર્વિસ રોડ પર અડધો કલાકથી ફસાયેલો છું. વાહનચાલકો હોર્ન વગાડી પરેશાન કરી રહ્યા છે, પરંતુ મારી કાર ખસી નથી. આવા સંજોગોમાં ઓવરબ્રિજ બનાવવાનો શો અર્થ તે સમજાતું નથી. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરામાંથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સહકારી જીન ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે, સર્વિસ રોડ પરની ટ્રાફિક સમસ્યા યથાવત રહેતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પુત્રોએ 94 વર્ષીય માતાનું દેહદાન કર્યું:અમોદરાના કાંતાબેનનું અવસના થતા તેમના પુત્રોએ દેહને મેડિકલ કોલેજને અર્પણ કર્યો
    Next Article
    WIRC હોદ્દેદારોએ આણંદ શાખાની મુલાકાત લીધી:પ્રમુખ સૌરભ અજમેરાએ સભ્યોને માર્ગદર્શન આપ્યું, બેંક ઓડિટ સેમિનાર યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment