Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    WIRC હોદ્દેદારોએ આણંદ શાખાની મુલાકાત લીધી:પ્રમુખ સૌરભ અજમેરાએ સભ્યોને માર્ગદર્શન આપ્યું, બેંક ઓડિટ સેમિનાર યોજાયો

    6 days ago

    ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલ (WIRC) ના નવનિયુક્ત હોદ્દેદારોએ 19 માર્ચ, 2026 ના રોજ આણંદ શાખાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, WIRC ના પ્રમુખ CA. સૌરભ અજમેરા અને તેમની કારોબારી ટીમને આણંદ શાખા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈથી પધારેલા પ્રમુખ CA. સૌરભ અજમેરા સાથે ઉપ પ્રમુખ CA. રિકીન પટેલ, સચિવ CA. બિશન શાહ અને ખજાનચી CA. રાકેશકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ શાખાના પ્રમુખ CA. હર્ષિત દેસાઈ અને તેમની ટીમના સભ્યોએ તમામ હોદ્દેદારોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. આણંદ શાખાના પ્રતિનિધિ CA. બિશન શાહ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. પ્રમુખ CA. સૌરભ અજમેરાએ આણંદ બ્રાન્ચના અંદાજે 70 જેટલા સભ્યોને સંબોધિત કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે સ્થાનિક યુનિવર્સિટીના પ્રોફેસરો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યો હતો. આ મુલાકાત સાથે સમાંતર, CA સભ્યો માટે ‘બેંક ઓડિટ’ વિષય પર એક સંપૂર્ણ દિવસીય સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બેંક ઓડિટના વિવિધ જટિલ પાસાઓ અને ત્રણ જુદા જુદા વિષયો પર નિષ્ણાંત વક્તાઓ CA. મહર્ષિ શુક્લા, CA. હિતેશ પોમલ અને CA. નયન કોઠારીએ ઉપસ્થિત તમામ સહભાગીઓને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમની સફળતા બાદ, આણંદ બ્રાન્ચના સચિવ CA. પાર્થ પટેલે આભાર વિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર: સહકારી જીન ઓવરબ્રિજ સર્વિસ રોડ પર ટ્રાફિક જામ:વાહનચાલકો અડધો કલાકથી ફસાયા, ઓવરબ્રિજ બન્યા છતાં હાલાકી
    Next Article
    નવ દિવસના બાળકની તસ્કરી: પાંચ આરોપી ઝડપાયા:માનવ તસ્કરીનો ગુનો નોંધાયો, ત્રણ જિલ્લાના આરોપીઓ સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment