Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના સેવારત્નોનું રાજકોટમાં ભવ્ય સન્માન સંધ્યા:ભારત વિશ્વગુરુ બનશે જ તે બ્રહ્માકુમારીઝનું વિઝન: રાજયોગી મૃત્યુંજયભાઈજી

    5 days ago

    પવિત્રતાના હૃદયકુંજમાં જ્યારે પરમાત્માના જ્ઞાનનું પુષ્પ ખીલે છે, ત્યારે તેની સુગંધ સમગ્ર જીવનને સુખ અને શાંતિથી ભરી દે છે. આવા જ દિવ્ય વાતાવરણમાં રાજકોટના હેપ્પી વિલેજ રિટ્રીટ સેન્ટર ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા ‘સમર્પિત સેવા રત્નો’ના સન્માનનો એક ભાવવિભોર કાર્યક્રમ યોજાયો હતો. નવદશકોત્સવના પાવન અવસરે યોજાયેલા આ સમારોહમાં સેવા, સમર્પણ અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાતની સેવાઓને સેલ્યુટ: 1984ની યાદો તાજી થઈ કાર્યક્રમના મુખ્ય વક્તા રાજયોગી મૃત્યુંજયભાઈજીએ ગુજરાતની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, "ઈશ્વરીય સેવામાં ગુજરાત હંમેશા નંબર વન રહ્યું છે. આજે અહીં સૌરાષ્ટ્રના 100 રાજા-મહારાજાઓનું સન્માન થતું હોય તેવી દિવ્ય અનુભૂતિ થઈ રહી છે." તેમણે 1984ની ઐતિહાસિક યુથ રેલીને યાદ કરતા ઉમેર્યું હતું કે તે સમયે પણ ગુજરાતનો સિંહફાળો હતો. ભારતને વિશ્વગુરુ બનાવવાનું બ્રહ્માકુમારીઝનું વિઝન ચોક્કસપણે સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું ગૌરવવંતું સન્માન આ પ્રસંગે એક વિશેષ સિદ્ધિની પણ ઉજવણી કરવામાં આવી હતી. દીપકભાઈ વિરકેએ માહિતી આપી હતી કે અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ નિમિત્તે 60,000 થી વધુ ભાઈ-બહેનોએ સામૂહિક રાજયોગ મેડિટેશન કરી "ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ"માં સ્થાન મેળવ્યું છે. આ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મૃત્યુંજયભાઈજીના હસ્તે ભારતીદીદીજી અને અન્ય વરિષ્ઠ બહેનોને એનાયત કરવામાં આવ્યું હતું, જે ગુજરાતની 60 વર્ષની નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. દિવ્ય ઉપસ્થિતિ અને ઊર્જાસભર પ્રસ્તુતિ કાર્યક્રમની શરૂઆત ‘પ્રભુ તુમ કો સમર્પિત કરતે હે’ના ભાવપૂર્ણ આહવાન સાથે થઈ હતી. મંચ પર ગુજરાતના ડાયરેક્ટર ભારતીદીદીજી, મૃત્યુંજયભાઈ, સરલાદીદી, નેહા દીદી, ચંદ્રિકાબેન અને અમરબેનની દિવ્ય ઉપસ્થિતિએ વાતાવરણમાં તેજસ્વિતા ભરી દીધી હતી. ‘માસ્ટર હનુમંત’ અને ‘ગણેશ સ્વરૂપા’ થીમ દ્વારા ઉપસ્થિત સૌને શક્તિ અને બુદ્ધિની પ્રેરણા આપવામાં આવી હતી. દીપ પ્રજ્વલન વિધિમાં ભારતીદીદીજી, ચંદ્રિકાદીદી, મૃત્યુંજયભાઈ, દીપકભાઈ વિરકે અને અમિતભાઈ લાઠીગરા જોડાયા હતા. 108 કર્મયોગી ભાઈઓનું સન્માન આ સમારોહમાં ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા આશરે 108 સમર્પિત ભાઈઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જયેશભાઇ સોરઠીયા અને દલસુખભાઈ બોડા જેવા અગ્રણીઓની હાજરીમાં આ તપસ્વીઓને શક્તિના પ્રતીક રૂપે દશ પ્રકારની ગદા અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આર કે યુનિવર્સિટીના વીસી અમિતભાઈ લાઠીગરાનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. કોણે શું કહ્યું? ભારતીદીદીજી: "લોકો પૂછતા કે અહીં ફક્ત બહેનો જ કેમ છે? પણ આજે ગર્વ છે કે હજારો સમર્પિત ભાઈઓ પણ રાત-દિવસ પ્રભુ સંદેશ ફેલાવી રહ્યા છે. આ 'હનુમાન સમાન' વીર ભાઈઓ સંસ્થાનો મજબૂત આધાર છે." અમિતભાઈ લાઠીગરા: "મનને સ્થિર રાખવું એ જ સાચી શક્તિ છે. 'સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન'ના સિદ્ધાંતને અપનાવી જો આપણે વિચારો શુદ્ધ રાખીશું તો જીવન આપોઆપ સુખમય બની જશે." સરલા દીદી: તેમણે તમામ મહાનુભાવોનો આભાર માન્યો અને સૌને સેવા તેમજ એકતાના માર્ગે અડગ રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત અંજુબેને કર્યું હતું, જ્યારે આભારવિધિ નડિયાદના બિપિનભાઈએ કરી હતી. 'ડિવાઇન ગુજરાત ન્યુઝ' દ્વારા કવર કરાયેલ આ કાર્યક્રમ સૌ માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભૂતિ બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરા પાસે ન્હાવા ગયેલા 4 યુવાનો તળાવમાં ડૂબ્યા:આલમગઢ ગામના મિત્રો તળાવમાં ન્હાવા ગયા ને અચાનક ડૂબવા લાગ્યા, બે યુવાનો લાપતા, બેનો બચાવ, કીચડમાં ફસાઈ ગયા હોવાની આશંકા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ
    Next Article
    આણંદમાં સ્વામિનારાયણ ભગવાનનો 245મો પ્રાગટ્ય મહોત્સવ:‘હરિપર્વ’ પંચદિવસીય પારાયણનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment