Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંદે ભારત ટ્રેનને શામળાજીમાં સ્ટોપેજ મળ્યું:અસારવા-ઉદયપુર વંદે ભારતને લીલી ઝંડી, સાંસદ-મંત્રી ઉપસ્થિત રહ્યા

    4 days ago

    રેલવે વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યો અને શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, અમદાવાદના અસારવાથી રાજસ્થાનના ઉદયપુર સુધી જતી વંદે ભારત ટ્રેનને યાત્રાધામ શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓને લાભ મળશે. શામળાજી રેલવે સ્ટેશન ખાતે આ સ્ટોપેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવીને શામળાજી સ્ટોપેજનું સત્તાવાર પ્રારંભ કરાયો હતો. અગાઉ, અમદાવાદના અસારવાથી ઉદયપુર જતી વંદે ભારત ટ્રેનને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જોકે, અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની લાંબા સમયથી માંગ હતી. સ્થાનિક સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી શામળાજી મંદિરે આવતા દર્શનાર્થીઓ અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફન ફેયેસ્તાનું આયોજન:પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના પ્રયાસથી વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
    Next Article
    રમી સહિતની ગેરકાયદે ગેમ્સનું પ્રમોશન કરતા હતા:વડોદરામાં પ્રતિબંધિત ગેમ્બલિંગ અને સટ્ટેબાજી એપનું રેકેટ ચલાવતા મહિલા સહિત 5 આરોપી ઝડપાયા, મુખ્ય સૂત્રધાર બ્રહ્મા દુબઇથી રેકેટને ઓપરેટ કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment