Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફન ફેયેસ્તાનું આયોજન:પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના પ્રયાસથી વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન

    4 days ago

    ગીર સોમનાથની CBSC ક્ષેત્રે અગ્રેસર ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા અને તેમનામાં હુન્નર પારખવા માટે એક અનોખા ફન ફેયેસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાર્થીઓને હાઈજેનિક ફૂડ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ગેમ્સ સ્ટોલ અને વિવિધ એક્ટિવિટીઝના સ્ટોલ ઊભા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વેરાવળના ગવર્નર રો. ગિરીશ ઠક્કરના હસ્તે રીબીન કાપીને ફન ફેયેસ્તાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા ફન ફેયેસ્તાની ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્ટોલમાંથી થતી સંપૂર્ણ આવક વિદ્યાર્થીઓ પોતે રાખી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી તેઓમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ઉત્સાહ વધે. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉત્સુકતા વધારવાનો અને તેમને વ્યવહારુ બનાવવાનો હતો. પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના માર્ગદર્શન હેઠળ, વાઇસ પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને અધ્યાપકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને વેરાવળ શહેરના નાગરિકોએ ફન ફેયેસ્તાની મુલાકાત લીધી હતી અને સ્કૂલના આ વ્યવસાયિક કાર્યને બિરદાવ્યું હતું. વાલીઓએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા બદલ સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. ફન ફેયેસ્તામાં ડિંગુ કાર્ટૂન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ આ ફન ફેયેસ્તાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, તેમ એક યાદીમાં જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના ગઢોડામાં અનોખી ચૈત્ર નવરાત્રી:વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિભાવથી ઉજવણી
    Next Article
    વંદે ભારત ટ્રેનને શામળાજીમાં સ્ટોપેજ મળ્યું:અસારવા-ઉદયપુર વંદે ભારતને લીલી ઝંડી, સાંસદ-મંત્રી ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment