Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના ગઢોડામાં અનોખી ચૈત્ર નવરાત્રી:વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિભાવથી ઉજવણી

    4 days ago

    હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં ચૈત્ર મહિનાની નવરાત્રીનો અનોખો ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. સામાન્ય રીતે આસો મહિનામાં નવરાત્રી ઉજવવામાં આવે છે, પરંતુ ગઢોડામાં વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્ર નવરાત્રીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ગામના નવરાત્રી માઈ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. ગઢોડા ગામની માધ્યમ માતાજીની 'ફરતી નવરાત્રી' અહીંનું મુખ્ય આકર્ષણ છે. શુભ મુહૂર્તમાં માતાજીની સ્થાપના કર્યા બાદ માંડવી ફરતી જોવા મળે છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા અને ઉત્સાહ જગાવે છે. નવરાત્રી ચોકને આકર્ષક લાઈટિંગ અને શણગારથી સજાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે વિવિધ કલાકારોની પાર્ટીઓ દ્વારા ગરબાનું આયોજન થાય છે, જેમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમે છે. ફરતી માંડવી આ નવરાત્રીનું એક વિશિષ્ટ આકર્ષણ બની રહી છે. ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ગરબા રમવા અને માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. આના કારણે ગઢોડા ગામમાં ભક્તિમય અને ઉત્સવી માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    નવ દિવસના બાળકની તસ્કરી: પાંચઆરોપી ઝડપાયા:માનવ તસ્કરીનો ગુનો નોંધાયો, ત્રણ જિલ્લાના આરોપીઓ સામે કાર્યવાહી
    Next Article
    ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફન ફેયેસ્તાનું આયોજન:પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના પ્રયાસથી વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment