Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવ દિવસના બાળકની તસ્કરી: પાંચઆરોપી ઝડપાયા:માનવ તસ્કરીનો ગુનો નોંધાયો, ત્રણ જિલ્લાના આરોપીઓ સામે કાર્યવાહી

    4 days ago

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં નવ દિવસના બાળકની તસ્કરીનો પર્દાફાશ થયો છે. આ મામલે સાબરકાંઠા AHTU શાખાએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. બાળકની અમદાવાદમાં બે લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને બે લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હતું. સાબરકાંઠા AHTU શાખાના વિક્રમસિંહને ખાનગી બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી નવજાત બાળકોની તસ્કરીમાં સંડોવાયેલો છે. બાતમીના આધારે, માલજીને ખેડબ્રહ્માના મટોડા ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, માલજીએ કબૂલ્યું કે તેણે લગભગ પંદર દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને રૂ. 2 લાખમાં વેચ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હકીકત સાચી જણાતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની કલમ 143(4), 61(2)(A), 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા A.H.T.U ટીમને બાળ તસ્કરીના આ ભેદને ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલા પાંચ આરોપીઓમાં સાબરકાંઠા જિલ્લાના બે, ઉદેપુર જિલ્લાના બે અને અમદાવાદ જિલ્લાનો એક આરોપી સામેલ છે. તેમના નામ આ મુજબ છે: 1. માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી (રહે. પોણાઈ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા), 2. સુવન ઉર્ફે સોવમ નાનજીભાઇ ડાભી (રહે. દિગ્ધલી ઉપલુ ફળિયુ, ખેડબ્રહ્મા, તા. ખેડબ્રહ્મા), 3. દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. પારધીફળો, મામરે, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન), 4. લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી (રહે. ડાભી ફળો, મેડી ગામ, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન), 5. પ્રમોદભાઈ રાજારામ રાજવંશી (દરબાદ) (રહે. સીટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસાયટી, તા. જિ. અમદાવાદ).
    Click here to Read More
    Previous Article
    RBSE Class 10th Board Results 2026 Date Soon: Will pass percentage increase this year?
    Next Article
    હિંમતનગરના ગઢોડામાં અનોખી ચૈત્ર નવરાત્રી:વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિભાવથી ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment