Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રજાનો અવાજ:સુશેન-મકરપુરા, ગોત્રી, અકોટામાં પાર્કિંગ-ટ્રાફિકજામનું જૂનું શૂળ, તંત્રની આળસથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો અભાવ

    6 days ago

    વડોદરાના અકોટા, ગોત્રી, સુશેન-મકરપુરા અને ચાર દરવાજા વિસ્તારોમાં ટ્રાફિકજામ અને પાર્કિંગ શહેરીજનો માટે જૂની સમસ્યાઓ છે. વડોદરાની આ સમસ્યાના મૂળમાં પાલિકા-પોલીસની આળસ અને જાહેર ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો અભાવ છે. દિવ્ય ભાસ્કર દ્વારા આ વિસ્તારોની ટ્રાફિક સમસ્યાના મૂળ અને તેના ઉકેલની ચર્ચા માટે એક સંવાદ સત્રનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ કંઇક આ પ્રકારની વાત કરી હતી. શહેરમાં ચાર રસ્તાથી 50 મીટર ફરતેનો વિસ્તાર ખુલ્લો કરવાની સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન છે. તેનો ભંગ ન થાય, વડોદરાવાસીઓને અડચણ વિનાનો ટ્રાફિકનો અનુભવ થાય, પે એન્ડ પાર્ક શરૂ કરાય તો પાર્કિંગ સમસ્યા હળવી બનશે. આ સંવાદ સત્રના કેટલાક વિચારો અત્રે પ્રસ્તુત છે... ટ્રાફિકને અડચણરૂપ વાહનોના સ્પોટ્સ શોધવાની અને પબ્લિક ટ્રાન્સપોર્ટ મજબૂત કરવાની જરૂર છે ગોત્રી, અકોટા, ચાર દરવાજા વિસ્તારની સમસ્યા એક, જોકે કેટલાંક જુદાં કારણોથી નાગરિકો ત્રસ્ત ગોત્રી યશ કોમ્પ્લેક્સ સામે તો અપડાઉન કરનારા લોકો પોતાના વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ટુ વ્હીલર્સનો જમાવડો જોવા મળે છે. ગોત્રીમાં રસ્તા પરના શાક માર્કેટ પર વાહન સાથે ચાલુ રસ્તે ખરીદી પોલીસ અટકાવી શકી નથી. હરિનગર ફ્લાય ઓવરની નીચેની સ્પેસનો અસરકારક ઉપયોગ થયો નથી. અકોટા ગાય સર્કલ પાસે તો લોકો રસ્તા પર જ ફોર વ્હીલર મૂકી કામે જાય છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સના ટુરિઝમને વડોદરાએ આવરવું હશે તો ચાર દરવાજા વિસ્તારમાં પેડેસ્ટ્રિયન સ્ટ્રીટ અને તેને સંબંધિત સુવિધા વિશે વિચારવું પડશે, જેમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને દૂર પહેલા કરવી પડશે.
    Click here to Read More
    Previous Article
    1 એપ્રિલથી જીકાસની ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે:જીકાસની પ્રક્રિયા 3 રાઉન્ડમાં થશે,ગત વર્ષે 32 રાઉન્ડ કરાતાં વિદ્યાર્થી હેરાન થયા હતા
    Next Article
    જિલ્લા અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજાયું‎:સ્મશાન ભૂમિની જમીન, શિક્ષણ, જ્ઞાતિના સભ્યો સાથે થતા અત્યાચાર અંગે ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment