Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 એપ્રિલથી જીકાસની ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે:જીકાસની પ્રક્રિયા 3 રાઉન્ડમાં થશે,ગત વર્ષે 32 રાઉન્ડ કરાતાં વિદ્યાર્થી હેરાન થયા હતા

    5 days ago

    યુનિવર્સિટી-કોલેજ માટે પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવશે. કોલેજમાં પ્રવેશ માટે જીકાસ દ્વારા 1લી એપ્રિલથી ક્વીક રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ગત વર્ષે 32 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલી હતી આ વર્ષે 3 રાઉન્ડમાં જ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. કોમન એકટમાં સમાવેશ કરાયેલી રાજયની સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ વર્ષે પણ જીકાસના માધ્યમથી જ પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી જીકાસમાં છેક સપ્ટેમ્બર મહિના સુધી પ્રવેશ પ્રક્રિયા માટે રાઉન્ડ કરવામાં આવતા હતા. જોકે આ વખતે અનેક રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરવાના બદલે હવે માત્ર ત્રણ રાઉન્ડ જ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં લેવામાં આવતી ધો.10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઇ છે. હવે બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરવર્ષની જેમ જીકાસના માધ્યમથી જ પ્રવેશ પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષે જીકાસના માધ્યમથી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 32 રાઉન્ડ કરવામાં આવતાં વિદ્યાર્થી-વાલીઓએ ભારે હેરાનગતિ અને મુશ્કેલી ભોગવવી પડી હતી. ખાનગી યુનિવર્સિટીઓ ધો.12ની પરીક્ષા પૂર્ણ થાય તેની સાથે જ પ્રવેશ કન્ફર્મ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેતી હોય છે. જેથી વિદ્યાર્થીઓ ભરમાઇ જતા હોય છે અને સરકારી યુનિવર્સિટીના લાભથી વંચિત રહી જતા હોય છે. વારંવાર રાઉન્ડ કરવાના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નહોવાથી છેવટે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેતાં હોય છે. આ પ્રકારની સ્થિતિ ઉભી ન થાય તે માટે ત્રણ રાઉન્ડ રાઉન્ડ જીકાસના માધ્યમથી પૂરા કરીને પછી ખાલી પડનારી બેઠક મેરિટથી ભરવા માટે છેલ્લા બે વર્ષથી માંગમી કરવામાં આવી રહી છે. જોકે તેને પૂરી કરવામાં આવી રહી નથી. જીકાસ કમિટી યુનિ.-કોલેજોની ફેકલ્ટીના વડા સાથે બેઠકો કરીને એકરૂપતા લાવશે જીકાસ કમીટી દ્વારા 23 માર્ચથી 30 માર્ચ સુધી જે સરકારી યુનિવર્સિટીમાં જીકાસથી પ્રવેશ પ્રક્રિયા થવાની છે તેની ફેકલ્ટીઓના વડાને બોલાવ્યા છે. આ બેઠકમાં ઉપસ્થિત રહેનાર વડાઓએ પોતાની યુનિવર્સિટીના સંબંધિત વિદ્યાશાખાના પ્રવર્તમાન પ્રવેશ નિયમો, યુનિવર્સિટીના સ્ટેચ્યુટસની નકલ, વિષયોના નામાભિધાનની યાદી અને તે અંગેના જરૂરી આધારભૂત દસ્તાવેજો રજૂ કરવાના છે. દરેક રાઉન્ડ પછી કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે તેની વિગતો જાહેર કરાતી નથી દરેક રાઉન્ડ પછી કઈ કોલેજમાં કેટલી બેઠકો ખાલી પડી છે તેની વિગતો જાહેર કરવામાં આવતી નથી. જેના પગલે વિદ્યાર્થીઓ-વાલીઓ મૂંઝવણભરી સ્થિતી પરિસ્થિતીમાં મૂકાય છે. વિદ્યાર્થીઓને છેવટ સુધી ખબર જ હોતી નથી કે બેઠકો ખાલી છે કે નહિ જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશ નહિ મળે તેવું માનીને અન્ય વિકલ્પો શોધી લે છે.
    Click here to Read More
    Previous Article
    કાનૂની કિસ્સો:10 વર્ષથી ગુમ થઇ ગયેલા વડોદરાનાં 45 વર્ષીય યુવકને કોર્ટે ‘સિવિલ ડેડ’ જાહેર કર્યો
    Next Article
    પ્રજાનો અવાજ:સુશેન-મકરપુરા, ગોત્રી, અકોટામાં પાર્કિંગ-ટ્રાફિકજામનું જૂનું શૂળ, તંત્રની આળસથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો અભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment