Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસની દાદાગીરી:રાત્રે દુકાન બંધ કરવા ગયેલી પોલીસે સ્ટોલ સંચાલકને રોડ પર માર માર્યો

    5 days ago

    માંજલપુર પોલીસ દ્વારા સ્ટોલ સંચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં પોલીસ ઉપર ગંભીર આરોપ લાગ્યો છે. જોકે દુકાન બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે માથાકૂટ થતાં યુવકોએ પોલીસ ઉપર આરોપ લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. મકરપુરા વિસ્તારમાં ફૂડ સ્ટોલ ચલાવતા એક યુવાને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી આક્ષેપ કર્યો છે કે, પીધેલી હાલતમાં આવેલા પોલીસકર્મીઓએ તેને અને તેના મિત્રોને પાયાવિહોણા કારણોસર ઢોર માર માર્યો છે. આ મામલે યુવાને સીસીટીવી ફૂટેજ અને વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાની તૈયારી બતાવી ન્યાયની માંગ કરી છે. મકરપુરાના ચતુરભાઈ નગરમાં રહેતા ધર્મેન્દ્ર કમલેશભાઈ સુનીલે પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓ ફૂડ સ્ટોલ ચલાવી ગુજરાન ચલાવે છે. ગત રાત્રે આશરે 11:45 વાગ્યે તેઓ દુકાન બંધ કરી કારીગર અને મિત્રો સાથે અંબે સ્કૂલ રોડ પર ચા પીવા ગયા હતા. તે સમયે એક પોલીસ વાન ત્યાં આવી હતી. યુવાનનો આક્ષેપ છે કે ગાડીમાં રહેલા પોલીસકર્મીઓએ તેઓએ રસ્તા પર ઉભા રહી બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીના જણાવ્યા મુજબ, પોલીસે તેના મિત્રો વિરેન્દ્ર કુશવાહા અને જીતેન્દ્ર કુમાર રાજપૂતને જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ ચાલુ ગાડીમાં તેઓને માર મારવામાં આવ્યો અને વડસર બ્રિજ પાસે ઉતારી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જો આ બાબતે કોઈને જાણ કે ફરિયાદ કરશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું લેખિત રજૂઆતમાં જણાવ્યું છે. અરજદારોએ પોલીસકર્મચારીઓ નશામાં ધૂત હોવાનો આક્ષેપ કર્યો અરજદારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, PCR ગાડીમાં આવેલા પોલીસકર્મીઓ દારૂ પીધેલી હાલતમાં હતા અને જાહેર રોડ પર જોર-જોરથી ગાળો બોલી રહ્યા હતા. ઘટના બાદ પોલીસકર્મીઓએ ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરવામાં આવશે કે ફરિયાદ થશે, તો તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવશે. અરજદારે જણાવ્યું છે કે, આ સમગ્ર ઘટનાના વીડિયો તેમની પાસે છે અને જરૂર પડ્યે તેઓ આપશે. આ ઉપરાંત આસપાસની બિલ્ડિંગોમાં લાગેલા કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ હોવાથી, તેની તપાસ કરીને ન્યાય અપાવવા વિનંતી કરવામાં આવી છે. અરજદારે ઉમેર્યું કે, કોઈપણ ગુનો કર્યો નથી, છતાં તેમને અને તેમના મિત્રોને માર મારવામાં આવ્યો છે. વીડિયોમાં વાનમાં બેસાડવાનું કહ્યું પોલીસ અને યુવકો વચ્ચે થયેલા ઘર્ષણ અંગેનો વીડિયો વાઇલ થયો હતો. વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાતું હતું અને સંવાદો પણ સંભળાતા હતાં. જેમાં યુવક બોલી રહ્યો હતો કે અમારો ગુનો શું છે? જ્યારે સામેથી સામાન્ય ડ્રેસમાં રહેલો અને વાનમાંથી ઉતરેલો વ્યક્તિ પીસીઆરમાં બેસાડવા કહેતો હતો. પોલીસ ઉપર લગાવાયેલા આરોપો ખોટાં છે માંજલપુર પોલીસની મોબાઈલ 1 મોડી રાત્રે દુકાનો બંધ કરાવવા નીકળી હતી. જેમાં પીએસઆઇ નરેન્દ્ર રોહિત હાજર હતા. યુવકોને અટકાવતાં યુવકોએ વિરોધ કર્યો હતો, પરિણામે એમને મોબાઈલમાં બેસાડીને લઈ જવાયા હતા. જોકે યુવકોએ લગાવેલા આરોપ અંગે તપાસ સોંપવામાં આવી છે. > નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર
    Click here to Read More
    Previous Article
    પાલિકા દ્વારા સ્વચ્છતા માટે રેલી યોજાઈ:રાત્રે કચરો નાખનારાઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવા તરસાલીમાં રાત્રે મશાલ રેલી
    Next Article
    કાનૂની કિસ્સો:10 વર્ષથી ગુમ થઇ ગયેલા વડોદરાનાં 45 વર્ષીય યુવકને કોર્ટે ‘સિવિલ ડેડ’ જાહેર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment