Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલિકા દ્વારા સ્વચ્છતા માટે રેલી યોજાઈ:રાત્રે કચરો નાખનારાઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવા તરસાલીમાં રાત્રે મશાલ રેલી

    4 days ago

    પાલિકા દ્વારા સ્વચ્છતા માટે રેલીનું આયોજન કરાયું હતું. પાલિકાએ મશાલ રેલીના માધ્યમથી તરસાલી વિસ્તારમાં સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ સાથે ઘરેલુ કમ્પોસ્ટિંગનો પ્રચાર કરાયો હતો. મુખ્યત્વે રાત્રે છાનાછપના કચરો નાખી જતા લોકોમાં જાગૃતિ લાવવા માટે આ આયોજન રાત્રે કરાયું હતું. દક્ષિણ ઝોનના ડે.મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન હેઠળ 21 માર્ચે દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ 16, 17, 18, 19ના સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26ની આઇઇસી એક્વિટી અંતર્ગત વોર્ડ-19માં મશાલ રેલીનું મંગલા ગ્રીન ફ્લેટથી રવિ પાર્ક ચાર રસ્તા સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્વચ્છતા અને આરોગ્ય, સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ, ઘરેલુ કમ્પોસ્ટિંગ વગેરે સ્વચ્છતા વિષયક સંદેશાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમાં આસિ. મ્યુનિ. કમિશનર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર, ડોર ટુ ડોર સુપરવાઈઝર, સ્થાનિક સોસાયટીના રહીશો મળી 300 લોકો જોડાયા હતા. દક્ષિણ ઝોનમાં રાત્રી સફાઇ દરમિયાન આસિ.મ્યુ. કમિશનર શમિક જોશી મોનિટરિંગ કરતા હોય છે. પ્રથમ વખત સ્વચ્છતાના મેસકોટ સાથે રેલીનું આયોજન કરાયું હતું. માંજલપુર બાદ મકરપુરામાં પણ રાત્રે મશાલ રેલી યોજાઇ હતી. ભાસ્કર ઇનસાઇડ છાનાછપના જાહેર સ્થળો ઉપર અંધારું હોય ત્યાં કચરો નાખીને ભાગી જતા લોકોને મેસેજ અપાયો પાલિકાએ રાત્રે મશાલ રેલીના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. રાત્રીના સમયે આ મશાલ રેલીના આયોજનનો હેતુ છાનાછપના રાત્રે કચરો નાખતા લોકોને જાગૃત કરવાનો છે. રાત્રીના અંધકારમાં ઘણાં લોકો કચરો જાહેર જગ્યા પર નાખી જતા હોય છે જેના પગલે ગંદકી થાય છે. આવા લોકો રાત્રીના સમયે કચરો ના નાખે તેવા આશય સાથે આ રેલી યોજાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    કૌંભાડીઓની ધરપકડ કરાઈ:વડસરની 1.22 કરોડના જમીનના કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાયા
    Next Article
    પોલીસની દાદાગીરી:રાત્રે દુકાન બંધ કરવા ગયેલી પોલીસે સ્ટોલ સંચાલકને રોડ પર માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment