Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૌંભાડીઓની ધરપકડ કરાઈ:વડસરની 1.22 કરોડના જમીનના કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાયા

    4 days ago

    વડસરની જમીનના કૌભાંડમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે ઝડપેલા મનોજ વણકર 2019ના રેલ્વે ભરતી કૌભાંડનો આરોપી હતો. જેના 1 વર્ષ બાદ 2020માં જ આરોપી બોગસ ખેડૂત બન્યો હતો. નોંધનિય છે કે જમીનના મૂળ માલિકો પૈકી મુંબઇના એક ભાગીદારનું મોત થયા બાદ વારસાઇ કરતાં ઠગાઇનો ઘટસ્ફોટ થયો હતો. માંજલપુર પોલીસે ઝડપાયેલો બીજો આરોપી હાલોલનો પંકજ પંચાલ વડોદરા શહેર અને જિલ્લામાં પડી રહેલી બિનવારસી જમીનો શોધીને તેનું કૌભાંડ કરતો હતો. ઉલ્લેખનિય છે કે, કૌભાંડી પંકજ પંચાલ વિરૂધ્ધ અગાઉ પણ જમીનની છેતરપીંડી કરવાના 3થી 4 ગુના નોંધાયેલા હોવાનું માંજલપુર પોલીસે જણાવ્યું છે. વડસરની સીમમાં આવેલી જમીનના માલિક મુંબઇના 2 ભાગીદારો તથા રમેશભાઈ પટેલે અમદાવાદના હસમુખ પટેલ અને કાવીના નરેન્દ્ર પરમાર વિરૂધ્ધ ખોટી સહિ, દસ્તાવેજ, 1.22 કરોડમાં દસ્તાવેજ કરી લેવાની માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મનોજ વણકરના રિમાન્ડ મેળવ્યા બાદ તેની વધુ પૂછપરછ કરી રહી છે. જ્યારે પંકજ પંચાલ વિરૂધ્ધ જમીન પચાવી પાડવાના 3થી વધુ ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે. તેને આ જમીન શોધીને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરવા, ખોટી સહી કરી હતી. આ કેસમાં ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન પચાવી પાડવામાં અન્ય ભુમિકા ભજવનારા આરોપીઓના નામ પણ ખુલ્યાં છે. અગાઉ પોલીસે કાવીના નરેન્દ્ર પરમારની ધરપકડ કરી હતી. આ જમીન કૌભાંડમાં અત્યાર સુધી ત્રણ આરોપી ઝડપાયા છે જ્યારે એક ફરાર છે. જેમાં નરેન્દ્ર પરમાર, પંકજ પંચાલ અને મનોજ વણકર ઝડપાઈ ચૂક્યા છે. જ્યારે ફરાર આરોપી હસમુખભાઈ પટેલની પોલીસ શોધખોળ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો છોડી, 300 ઘાયલ; USથી LPG અને રશિયાથી ઓઈલ ભારત પહોંચ્યું; ધુરંધર-2ની ₹500 કરોડની કમાણી; પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાં રહસ્યમય ભોયરું
    Next Article
    પાલિકા દ્વારા સ્વચ્છતા માટે રેલી યોજાઈ:રાત્રે કચરો નાખનારાઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવા તરસાલીમાં રાત્રે મશાલ રેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment