Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો છોડી, 300 ઘાયલ; USથી LPG અને રશિયાથી ઓઈલ ભારત પહોંચ્યું; ધુરંધર-2ની ₹500 કરોડની કમાણી; પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાં રહસ્યમય ભોયરું

    4 days ago

    નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર ઈરાન દ્વારા ઈઝરાયલ પર મિસાઈલો છોડવાના રહ્યા, જેમાં 300 લોકો ઘાયલ થયા. બીજા મોટા સમાચાર ફિલ્મ 'ધુરંધર-2' ને લઈને રહ્યા, જેણે માત્ર ત્રણ દિવસમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ તોડી નાખ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી ગુજરાતમાં આદિવાસી અધિકારો માટે આયોજિત એક સંમેલનમાં ભાગ લેશે. 2. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના AI ડીપફેક અને ઓળખના દુરુપયોગના મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ઈરાનનો ઇઝરાયેલ પર 4 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો: 300 લોકો ઘાયલ; ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું ઈરાને ઈઝરાયલ પર 4 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈરાને શનિવારથી ઈઝરાયલ પર હુમલા તેજ કરી દીધા છે. ગઈકાલે રાત્રે ઈરાને ઈઝરાયેલના બે શહેરો પર હુમલો કર્યો હતો. અહીં ઈઝરાયલનો મોટો ન્યુક્લિયર પ્લાન્ટ આવેલો છે. આ હુમલાઓમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય સેવાઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. ઈરાન તરફથી આ હુમલાઓ ટ્રમ્પની ધમકી બાદ વધ્યા છે. હકીકતમાં, ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે જો 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હવે અમેરિકાથી LPG લઈને કાર્ગો જહાજ મેંગલુરુ પહોંચ્યું:7 દિવસમાં ગેસ લઈને ચાર જહાજ ભારત આવ્યા; કેન્દ્ર બોલ્યું- ફારસની ખાડીમાં તમામ 22 જહાજ સુરક્ષિત અમેરિકાના ટેક્સાસથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને એક કાર્ગો શિપ મેંગલુરુના ન્યૂ મેંગલોર પોર્ટ પર પહોંચી ગયું છે. છેલ્લા 7 દિવસમાં લગભગ ચાર જહાજ ગેસ-ક્રૂડ ઓઇલ લઈને દરિયાઈ માર્ગે ભારત પહોંચ્યા છે. આ પહેલા 18 માર્ચે ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર, જગ લાડકી ગુજરાતમાં અદાણી પોર્ટ્સ પર આવ્યું હતું. જ્યારે અન્ય બે LPG કેરિયર MT શિવાલિક અને MT નંદા દેવી લગભગ 92,712 મેટ્રિક ટન ગેસ લઈને 16 અને 17 માર્ચે ભારત આવ્યા હતા. જોકે આ ત્રણેય જહાજ હોર્મુઝના માર્ગેથી પસાર થયા હતા. પર્શિયન ગલ્ફમાં હજુ પણ લગભગ 22 ભારતીય જહાજ ફસાયેલા છે. જોકે તે બધા સુરક્ષિત છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. લો બોલો! મેચમાં દર્શકોને જ એન્ટ્રી નહીં:ઓપનિંગ સેરેમની પણ કેન્સલ; ખાલી સ્ટેડિયમમાં રમાશે પાકિસ્તાની લીગ; કંગાળ પાક. સરકાર આવી રીતે ખર્ચ ઘટાડશે પાકિસ્તાને ખર્ચ ઘટાડવાના અભિયાન હેઠળ હવે પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. આ સાથે જ ટુર્નામેન્ટની તમામ મેચો માત્ર લાહોર અને કરાચીમાં રમાશે. 26 માર્ચથી શરૂ થનારી લીગની ઓપનિંગ સેરેમની પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ જણાવ્યું કે આ અંગે વડાપ્રધાન અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. નકવીએ કહ્યું, સરકારે વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની અવરજવર મર્યાદિત રાખવાની સલાહ આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મોદી મેજિકઃ મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધી...સૌથી લાંબી ઇનિંગ્સનો નવો રેકોર્ડ:CM-PM મળીને કુલ 8931 દિવસ હેડ ઓફ ગવર્નમેન્ટ રહ્યા; સિક્કિમનાં પવન કુમાર ચામલિંગને પાછળ ધકેલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા રહેનારા નેતા બની ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સરકારના વડા તરીકે 8,931 દિવસ પૂરા કરવા સાથે જ PM મોદીએ ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને તોડી નાખ્યો છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પાછળ ધકેલી દીધા છે. PM મોદી આ પહેલા ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, અને તેઓ એવા વડાપ્રધાન પણ છે જેમની પાસે મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો સૌથી લાંબો અનુભવ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 'ધુરંધર 2'એ ત્રણ મહિનાની રાહ જોવડાવી, ત્રણ દિ'માં રેકોર્ડ તોડ્યા!:બોક્સઓફિસ પર ₹501 કરોડનું શગુન, ત્રીજા દિવસનાં આંકડાએ 'જવાન'-'બાહુબલી 2' અને 'દંગલ'ને પછાડી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે ભારતમાં 113 કરોડ રૂપિયાની કમાણી કરી અને પેઇડ પ્રિવ્યુ સહિત ત્રણ દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 339.27 કરોડ રૂપિયા થઈ ગયું. 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. ત્રીજા દિવસે કમાણીના મામલે ‘જવાન’, ‘બાહુબલી 2’ અને ‘દંગલ’ જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી. ફિલ્મે અત્યાર સુધી વિદેશોમાં લગભગ 96.50 કરોડ રૂપિયા કમાવ્યા છે, જેના કારણે વિશ્વભરમાં ફિલ્મનું કુલ કલેક્શન 501.04 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે':'સહકુટુંબમાં ને ગામડે દીકરી દેવી નથી, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે', રાજકોટ કડવા પાટીદાર સંમેલનમાં રૂપાલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે. અહીં રૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આયોજિત કડવા પાટીદાર સંમેલન દરમિયાન પરષોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરતા જણાવ્યું હતું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે છે. સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાંથી રહસ્યમય ભોયરું મળ્યું:18 હજારમાં સંતાન પ્રાપ્તિ, આયુર્વેદીકના નામે નકલી દવા વેચતો, સગીરને અર્ધનગ્ન કરી સુષુમ્ણા નાડીનું રહસ્ય સમજાવતો વીડિયો મૂકતો સુરત જિલ્લાના ધોરણ પારડી સ્થિત યોગ આશ્રમમાં નકલી ચલણી નોટનાં રેકેટમાં પકડાયેલા યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાએ અંદરની ગતિવિધીઓ ગુપ્ત રાખવા માટે આશ્રમની ચોમેર 15 ફૂટ ઊંચી કિલ્લા જેવી દીવાલો બનાવી હતી. તેમજ આશ્રમમાંથી બીજું શંકાસ્પદ ભોંયરું પણ મળી આવ્યું છે. આ સાથે જ અન્ય ચોકાવનારા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં ગર્ભ સંસ્કાર માટે અલગ શિબિર કરવામાં આવતી હતી. સંતાન પ્રાપ્તિ માટેની દવાઓ પણ રૂ. 15થી 18 હજાર લઈને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આયુર્વેદીક દવાઓના ડબ્બામાં નકલી દવા પણ વેચતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પશ્ચિમ એશિયાની સ્થિતિ પર મોદીની હાઇ લેવલ બેઠક:શાહ-નડ્ડા, પુરી સહિતના સિનિયર નેતાઓ હાજર; ગેસ-તેલ અને ઊર્જાની સ્થિતિ પર ચર્ચા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : કંપનીને ₹200 કરોડનો દંડ: પ્રેગનન્સીમાં મહિલાને ઓફિસ આવવા મજબૂર કરી, 18 અઠવાડિયા વહેલું બાળક જન્મ્યું; 1 કલાકમાં જ નવજાતના ધબકારા બંધ થયા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ‘મારા જગન્નાથ અમને છોડીને જતા રહ્યા...’:રાતોરાત મંદિરમાંથી ગાયબ થયા ભગવાન, ભક્તો રડી પડ્યા; પૂજારીએ વીડિયોમાં કહ્યું- મને માર માર્યો, ગાળો અપાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મહિલાના મૃતદેહ સાથે 13 કલાક વિમાન ઉડતું રહ્યું:હોંગકોંગથી લંડન ફ્લાઇટમાં ટેકઓફ પછી મૃત્યુ થયું; આખી મુસાફરી દરમિયાન દુર્ગંધથી મુસાફરો પરેશાન રહ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટ ન ખુલ્યો તો ઈરાન પર હુમલો:ટ્રમ્પની ચેતવણીથી શેરબજારમાં ભય; નવા અઠવાડિયે 5 ફેક્ટર્સ બજારની ચાલ નક્કી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વિરાટ કોહલીએ લંડન માટે ચાર્ટર્ડ ફ્લાઇટની અફવાને નકારી:RCB પાસે આવી કોઈ માંગણી કરી નથી, ઇન્સ્ટાગ્રામ પર લાફિંગ ઇમોજી મૂકી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : દરિદ્રતાથી છુટકારો:આર્થિક તંગી દૂર કરી સુખ-સમૃદ્ધિ વધારવા માટે કરો આ સરળ ઉપાય વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ગ્રામજનોએ પોલીસને બંધક બનાવી ઉત્તર પ્રદેશના જૌનપુરમાં સાદા કપડામાં પહોંચેલી મહારાષ્ટ્ર પોલીસને ગ્રામજનોએ ચોર સમજીને ઘેરી લીધી અને બંધક બનાવી દીધી. પોલીસ એક યુવકને પૈસાની લેવડ-દેવડના મામલે પકડવા માટે આવી હતી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: શું ઈરાન પર પરમાણુ હુમલો કરશે નેતન્યાહૂ? ઈરાને ડિમોના શહેર પર સૌથી મોટો હુમલો કર્યો, દુનિયા પર તેની શું અસર પડશે 2. ભાસ્કર સિરીઝ : દીપેશ-અભિષેકની 3 કિમી લાંબી અંતિમ યાત્રા નીકળી: શું પોલીસ આસારામ સાથે મળેલી હતી? એકસાથે જુઓ ‘આસારામ’ સિરીઝના 13 પાર્ટ 3. સન્ડે બિગ સ્ટોરી : હવે દિવસે જ નહીં, રાત્રે પણ શેકાશે ગુજરાત: આ તારીખથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે, નિષ્ણાતોએ જણાવ્યું ચોંકાવનારું કારણ 4. ખાખી કવર : ફાર્મ હાઉસ માટે સગા ભાઇએ પોન્ટી ચઢ્ઢાને મારી નાખ્યો: ₹50 હજાર કરોડના માલિક, લિકર કિંગનો ખૂની અંત, સામસામા ગોળીબારમાં બંને ભાઈ મરાયા 5. ભાસ્કર એક્સક્લૂસિવ : ધુરંધર-2માં અતિક અહેમદની કહાની સત્ય કે પ્રોપેગેન્ડા?: ISI સાથે કનેક્શનના પુરાવા મળ્યા, નોટબંધી અને ફેક કરન્સી વાળી સ્ટોરી કેટલી સાચી? 6. સન્ડે જઝબાત: અકસ્માતોમાં ઇન્ટરનેશનલ ખેલાડી દીકરા-દીકરીને ગુમાવ્યા: હાર ન માની, 55ની ઉંમરે ફરી પિતા બન્યો; હવે દીકરી અંડર-12, અંડર-14માં વર્લ્ડ ચેમ્પિયન 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન-તુલા રાશિના જાતકો માટે ધનલાભના યોગ, સિંહ અને ધન રાશિના લોકોના સપના થશે સાકાર વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Firing outside gym in Southwest Delhi days after ‘extortion demand’
    Next Article
    કૌંભાડીઓની ધરપકડ કરાઈ:વડસરની 1.22 કરોડના જમીનના કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment