Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:અદ્રશ્ય દુશ્મનો સામે સુરક્ષા કવચ : બાયોમેડીકલ એન્જિનિયરે એન્ટિબેક્ટેરિયલ કાપડ વિકસાવ્યું

    6 days ago

    કાપડનો ઉપયોગ શરીરને ઢાંકીને રક્ષણ આપવા માટે કરતા હોય છે.પરંતુ જૂનાગઢના બાયોમેડીકલ એન્જિનિયરે મેડીકલ ટેક્સટાઈલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવે તેવા કાપડની શોધ કરી છે. કોટન, જ્યુટ, લીનન, બાંબુ, મશરૂમના રેસા, કેળાના થડની છાલ જેવી નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને દોરા બનાવીને ડાયીંગ કર્યા પછી ખાસ પ્રકારની ઈકો ફ્રેન્ડલી પ્રવાહીનો ઉપયોગ કરી તબીબી ગ્રેડના હોઝીયરી કાપડ બનાવ્યું છે. તેમણે બેબીકેર, મધરકેર અને પેશન્ટ કેરના વિઝન સાથે ભવિષ્યની સુરક્ષિત અને સ્વસ્થ જીવનશૈલી તરફ ડગલું માંડ્યું છે. આ કાપડના કપડાં એન્ટિ-ફંગલ, એન્ટિ- બેક્ટેરિયલ તેમજ એન્ટિ-ઓડોર(ગંધ વિરોધી) હશે. આજે જ્યારે ભારત મેડીકલ ક્ષેત્રમાં અવનવી શોધ કરીને આગળ વધી રહ્યું છે. અસાધારણ રોગની પણ દવાઓ અને રસીઓની શોધ થઈ રહી છે ત્યારે જૂનાગઢના બાયોમેડીકલ એન્જિનિયર કૃણાલ બિપીનભાઈ નિમાવતે નિલકંઠ મેડ ટેક્નો ફેબ નામની કંપની શરૂ કરી છે .કૃણાલભાઈ બાયોમેડીકલ એન્જિયર હોવાથી ડોક્ટરો સાથેના સંપર્ક તેમજ પેશન્ટ અને ડોક્ટરોની જરૂરિયાતને સમજતા તેને એવું જાણવા મળ્યું કે આજકાલ જે વિવિધ પ્રકારના ચામડીના રોગો વધી રહ્યા છે તો તેનાથી રક્ષણ આપે તેવા જ કાપડના કપડાં બનાવવા જોઈએ.જેથી તેમણે સિન્થેટિક કાપડને બદલે બાયોડેગ્રીબલ રેસાઓનો ઉપયોગ કર્યો. જેમાં તેમણે કોટન, જ્યુટ, લીનન, મશરૂમ, બાંબુ તેમજ કેળાના થડની છાલનો દોરા બનાવવા ઉપયોગ કર્યો.આ દરેક વસ્તુ પ્યોર એન્ટિ-બેક્ટેરિયલ હોય છે જે હોસ્પિટલમાં, ઓપરેશન થિયેટરમાં,ઘરમાં પણ ચેપ ફેલાવતા અટકાવે છે. આ કાપડ વાતાવરણના તાપમાન મુજબ શરીરનાં તાપમાનને 3 થી 4 ડિગ્રી સેલ્સીયસ સુધી વધુ અથવા ઓછું કરે છે. જે ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડક આપે છે.આ કાપડનું મટીરીયલ ખુબ જ સોફ્ટ છે.જે કોટનના કાપડ કરતાં 3 ગણું વધારે પાણી શોષવાની ક્ષમતા ધરાવે છે.તેમજ આ કાપડની વિશેષતા એ છે કે તે અલ્ટ્રા- વાયોલેટ કિરણથી પણ બચાવે છે. કાચની પેટીમાં રાખવામાં આવતા નવજાત શીશુ માટેની પ્રોડક્ટ વિકસાવી કાચા મહિને જન્મ થયેલા બાળકને કાચની પેટીમાં રાખવામાં આવે છે. આવા બાળકો માટે બેબીવ્રેપર જેવી પ્રોડ્કટ વિકસાવી છે જે 37 ડીગ્રી શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે.સાથે બાળકને કોઈ ફંગલ ઈન્ફેક્શન સામે રક્ષણ પણ આપે. ઉલ્લેખનીય છે કે, આ કાપડને વિકસાવવા માટે જર્મન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમજ મારા આ સંશોધન માટે અને કંપની શરૂ કરવા માટે જૂનાગઢ જીલ્લા ઉદ્યોગનાં મેનેજર ઘૈર્યભાઈ જોષીનું માર્ગદર્શન મળ્યું હતું. દરેક કાપડ માઈક્રો બીએલ ટેસ્ટેડ છે કૃણાલભાઈ જણાવે છે કે કાપડની મેં લેબોરેટરીમાં માઈક્રો બીએલ ટેસ્ટ કરાવેલા છે. ડ્રેસ બનાવવા માટે જે કોઈ દોરા કે ડાઈનો ઉપયોગ થયો હોય તે દરેકની મેં લેબોરેટરી ટેસ્ટ કરાવ્યાં છે અને જુદી-જુદી દરેક પ્રકારના લેબોરેટરી સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે. ઘણાં લોકોને બહુ પરસેવો થતો હોય છે તેમજ તેની ગંધથી સમુહમાં લોકો વચ્ચે શરમમાં મુકાઈ જતા હોય છે. આ કાપડના કપડાં એન્ટિ-ઓડોર એટલે કે ગંધ વિરોધી હોય છે. જે પરસેવાને શોષી લે છે. જેથી જીમમાં જતાં યુવાનો માટે પણ આ કપડાં ખુબ જ ફાયદાકારક હોય છે
    Click here to Read More
    Previous Article
    આપઘાત:લગ્નના એક જ માસમાં પુત્રએ ટ્રેન નીચે ઝંપલાવ્યું
    Next Article
    પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ રહી:15,275 લોકોએ બે દિ'માં ઝૂ - ઉ પરકોટ નિહાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment