Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાત:લગ્નના એક જ માસમાં પુત્રએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

    6 days ago

    જામનગર શહેરમાં લગ્નના એક જ માસમાં માતાના ઠપકાથી મનમાં લાગી આવતા યુવાન પુત્રએ ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન બાદ સંબંધીના ઘરે રોટલો ખાવા જવા બાબતે માતાએ પુત્રને ઠપકો આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે. શહેરના રાંદલનગરમાં, ટી.બી. પાંચ બંગલા પાસે રહેતા હર્ષભાઈ ભરતભાઈ ડાગર (ઉ.વ.21) નામના યુવાનના એકાદ માસ પહેલા જ લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવાનને અન્ય સંબંધીઓના ઘરે રોટલા ખાવા જવા માટે માતાએ કહ્યું હતું. પરંતુ યુવાનને બહારગામ રોટલા ખાવા જવું ન હોવાથી ના પાડી હતી. જેથી માતાએ પુત્ર હર્ષભાઈને ઠપકો આપ્યો હતો. જે બાબતે પુત્રને મનમાં લાગી આવ્યું હતું અને ગત તા.21ના રોજ જામનગરથી હાપા જતા રેલ્વેના ટ્રેક પર ઉભો રહેતા માલગાડીની અડફેટે આવી જતાં મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની ભરતભાઈ કરશનભાઈ ડાગરએ પોલીસને જાણ કરતા બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુર્યરાજસિંહ જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સન્માન સમારોહ કાર્યક્રમ ‎‎યોજાયો:જામનગરમાં બહેનોને આઇકોનીક ‎2026 એવોર્ડ આપી સન્માનિત કરાયા‎
    Next Article
    મંડે પોઝિટીવ:અદ્રશ્ય દુશ્મનો સામે સુરક્ષા કવચ : બાયોમેડીકલ એન્જિનિયરે એન્ટિબેક્ટેરિયલ કાપડ વિકસાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment