Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગામ ગામની વાત:રખાપત અને શિક્ષણને ઉજાગર કરનાર સપુતની ગાથા ધરાવતું નોલી ગામ

    5 days ago

    સાયલા તાલુકાના 700 વર્ષ પહેલા ગામનું તોરણ બંધાયુ હોવાની વાયકા ધરાવનાર નોલી ગામે ત.કોળીની વધુ વસ્તી ધરાવતા ગામમાં કાઠી દરબાર, રબારી, રાજગોર સહિત તમામ જ્ઞાતિનો વસવાટ જોવા મળે છે. વિહત માતા ગામની દેવી હોવાના કારણે વર્ષે ધારાવાડી સાથે નૈવેદ કરવામાં આવે છે. ગૌરક્ષક અને ભુખ્યાને ભોજન અને આર્થીક મદદ કરતા ગગજીભાઇ આપાભાઇને અંગ્રેજ શાસનમાં ભવાની માતની પ્રતિકૃતિ તલવાર અને વિલેજ પોલીસનો બિલ્લો આપીને નવાજમાં આવ્યા હતા. નોલી ગામના દરબાર સ્વ. જીવાભાઇ માત્રાભાઇ ખાચરે શિક્ષણને મહત્વ આપીને શાળાના નિર્માણ માટે જમીન આપી હોવાની વાયકા સાંભળવા મળે છે. નોલી ગામ વેપાર મથક તરીકે જાણીતું હતું. પ્રાચિન ગામ તરીકે પંકાયેલ નોલી ગામે પાંડવકાલનું ટુડેશ્વર મહાદેવનું શિવાલય સુખભાદર ડેમમાં આવેલું છે. ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હાલ સુખભાદર ડેમનાં કપાતમાં જતા સ્ટેટ હાઇવે પર ટુડેશ્વર મહાદેવનું મંદિર નિર્માણ થયેલ છે. જયારે લાખાવાડની સીમમાં આવેલ અને હડમતળા હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર પણ આસ્થા સ્થાને છે. નોલી ગામ આજુબાજુનું વેપાર મથક હતું 100 વર્ષ પહેલા પ્રાથમિક શાળા અંગ્રેજી એજન્સી, ગાયકવાડ સરકાર તથા રાજાશાહીના શાસનમાં સુખલાલ રણછોડભાઇ વણિકના સઘન પ્રયત્નોથી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ શિક્ષક તરીકે હરિશ્ચંદ્રસિંહ રાજપુતે આપાભાઇ લક્ષ્મણભાઇ રાજગોરના મકાનમાં પ્રથમ શાળાનો પ્રારંભ થયો હતો. પ્રથમ શિક્ષણ મેળવનાર અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી તરીકે ગગજીભાઇ આપાભાઇ રાજગોર હતા. અને શિક્ષીતના કારણે અંગ્રેજ સરકારે 12 ગામના મુખી તરીકે તેમની નિમણુંક કરી હતી. શિક્ષણની ચિવટ ધરાવતા નોલીમાં શૈક્ષણીક સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યુ છે. જમીનને સિંચાઇ માટે પાણી ન મળતા‎સુખભાદર ડેમ નોલી માટે દુ:ખ ભાદર‎ જિલ્લાના 2 નંબરમાં સ્થાન ધરાવતા સુખભાદર ડેમનું 1978માં કેશુભાઇ પટેલે ખાત મુહૂર્ત કર્યુ. ડેમ માટે જમીન સંપાદનમાં અંદાજે 90 ટકા નોલી, દેવગઢ, છૈડા ગામના મકાનો સાથે પુરતન શિવ મંદીરનો કપાત થયો હાલમાં ડેમના 20 દરવાજામાં 12 સુરેન્દ્રનગર અને 8 બોટાદ જિલ્લાના સિંચાઇ વિભાગ વહીવટ કરે છે. અન્ય ગામોને પીવાના તેમજ સિંચાઇનો લાભ મળે છે. પરંતુ નોલી ગામની જમીનને સિંચાઇ માટે પાણી ન મળતા સુખભાદર ડેમ નોલી માટે દુ:ખ ભાદર બની રહયો છે. ગામને જોડતા રસ્તાને પ્રધાનમંત્રી સડક યોજનમાં સમાવેશ કરવા માંગ નોલી ગામના સરપંચ રાજુભાઇ જગાભાઇ રબારી અને ગ્રામજનોએ જણાવ્યું કે નોલીને વિવિધ ગામ સાથે જોડતો રસ્તો પ્રધાનમંત્રી સડક યોજનમાં સમાવેશ કરવામાં આવે તો 80 ખેડૂતો માટે વાડી, ખેતર અને નોલીના ગ્રામજનનોને બીજા ગામ જવા માટે સુગમ બને તેવી માંગ છે.
    Click here to Read More
    Previous Article
    રખડતા પશુઓનો ત્રાસ:જોરાવરનગરમાં નીલકંઠ મહાદેવ પાસે પશુના અડિંગાથી દર્શનાર્થીઓમાં ભય
    Next Article
    મંડે પોઝિટીવ:સુરેન્દ્રનગનુ એક ગ્રુપ જ્યારે પણ મળે ત્યારે સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment