Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:સુરેન્દ્રનગનુ એક ગ્રુપ જ્યારે પણ મળે ત્યારે સંસ્કૃત ભાષામાં જ વાત કરે છે

    5 days ago

    આજે કોઇ કડકડાટ અંગ્રેજી ભાષામાં બોલતુ હોય તો આપણને સામાન્ય લાગ છે પરંતુ જ્યારે કોઇ વ્યક્તિ સંસ્કૃતમાં વાત કરે તો આપણને ભલે તેમની વાતચીત સમજાય નહીં પરંતુ આશ્ચર્ય સાથે તેમના સંવાદો જરૂરથી સાંભળીશુ. ભારતીય ભાષાની જનની એવી સંસ્કૃત ભાષાનુ લોકો મહત્વ સમજે અને જો થોડી મહેનત કરવામાં આવે તો સંસ્કૃત ભાષા ખુબજ સરળતાથી બોલી શકાય છે. તેવા સંદેશ સો સુરેન્દ્રનગરમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓ જ્યારે પણ એક બીજાને મળે ત્યારે સંસ્કૃત ભાષામાં જ વાત કરીને નવી કેડી કંડારી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં આવેલુ સંસ્કૃત સંભાષણ સીલા એટલે સંસ્કૃતમાં વાત કરતા યુવાનોનો સમુહ નામના ગૃપના ભાઇઓ બહેનો જ્યારે પણ એક બીજાને મળે ત્યારે સંસ્કૃત ભાષામાં જ વાત કરીને સંસ્કૃત ભાષાને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સંસ્કૃત એ વાસ્તવીકમાં ભારતીય ભાષાની જનની છે. ગુજરાતી હિન્દી મરાઠી બંગાળી જેવી અનેક ભાષા 60 ટકા થી વધુ શબ્દો સંસ્કૃત માટે ઉતરી આવ્યા છે સંસ્કાર શુધ્ધીઅને ઉચ્ચારણ સ્પષ્ટતા માટે સંસ્કૃતનુ શિક્ષણ આજે પણ અનિવાર્ય છે. અને આ હેતુથી જ આ ગૃપ દ્વારા છેલ્લા 10 વર્ષથી સંસ્કૃત ભાષામાં જ વાત કરવાની પરંપરા શરૂ કરી છે. કોલેજમાં હોય કે પછી લગ્ન પ્રસંગમાં પણ આ ગૃપ 50થી વધુ યુવા ભાઇઓ બહેનો સાથે મળે એટલે સંસ્કૃત ભાષામાંજ વાત કરે છે. વર્ગમાં સંસ્કૃત કરતા બીજા વિષયના વિદ્યાર્થીઓ વધુ આવે છે વર્તમાન સમયે સંસ્કૃત ભાષાનુ મહત્વ લોકો સુધી પહોંચાડવામાં આવે તે ખુબ જરૂરી છે.તેના માટે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત મુખ્ય વિષય ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ સંસ્કૃત શીખડાવવામાં આવે છે.જેમાં મહત્વની બાબત એ છે કે સંસ્કૃત ભાષાના મુખ્ય વિષય કરતા અંગ્રેજી કે હિન્દી વિષયના વિદ્યાર્થીઓ વધુ આવે છે. દર વર્ષે યોજાતા આ વર્ગમાં આ વર્ષે માત્ર 5 વિદ્યાર્થીઓ અન્ય ભાષાના વિષયના હતા સંસ્કૃત ભાષાને બચાવવા માટે અને લોકો તેનુ મહત્વ સમજે તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. > ઘનશ્યામ ભોજવીયા, પ્રોફેસર
    Click here to Read More
    Previous Article
    ગામ ગામની વાત:રખાપત અને શિક્ષણને ઉજાગર કરનાર સપુતની ગાથા ધરાવતું નોલી ગામ
    Next Article
    ચૌટા વાંક પાસે પેરોલ ફર્લો સ્કોડે દરોડો પાડ્યો‎:પોલીસે કુલ રૂ.88,000નો મુદ્દામાલ કબ્જે કર્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment