Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડતા પશુઓનો ત્રાસ:જોરાવરનગરમાં નીલકંઠ મહાદેવ પાસે પશુના અડિંગાથી દર્શનાર્થીઓમાં ભય

    5 days ago

    સુરેન્દ્રનગર કે વઢવાણના મોટા ભાગના રોડ ઉપર તમને પશુનો અડિંગો જોવા મળશે. મનપા દ્વારા અગાઉ પશુ પકડવામાં આવ્યા હતા.પરંતુ લાંબા સમયથી પશુ પકડવાની કામગીરી બંધ હોવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહયા છે. જોરાવરનગર નિલકંઠ મહાદેવ પાછળ, શુભાષ રોડ શેરીનં 5, હિરાકુંજ ની સામે લાંબા સમયથી પશુ અડિંગો જમાવીને બેસે છે. તેને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહયા છે. જોરાવરનગર નિલકંઠ મહાદેવના મંદિરે દરરોજ અનેક લોકો આવે છે. તેમાં પણ ખાસ કરીને વડિલો સૌથી વધુ આવે છે. ત્યારે મંદિરની પાછળના ભાગે જ પશુ રસ્તા ઉપર બેસી જતા હોવાને કારણે ચાલે તેવી જગ્યા રહેતી નથી. આ બાબતે સ્થાનિક રહીશ ભાસ્કરભાઇ રાવલ સહિતના લોકોએ મનપામાં રજૂઆત કરીને એવી વિગતો જણાવી હતી કે સવારથી જ આ પશુઓ શેરીઓમાં બેસી જાય છે. તેને કારણે કયારેક તો ચાલવાની પણ જગ્યા રહેતી નથી. પશુ અવાર નવાર તોફાને ચડતા હોય છે. જેને કારણે લોકોને ઇજા થવાના પણ બનાવો બને છે. મનપા દ્વારા આ પશુને પકડીને લોકોને ભયમુકત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મનપા પાસે પશુને રાખવાની વ્યવસ્થા નથી મનપાએ અત્યારે 500 જેટલા પશુને રાખવા માટેની કૃષ્ણનગર પાણીની ટાંકીએ વ્યવસ્થા કરી છે. 450 થી વધુ પશુને પાંજરાપોળમાં મોકલી અપાયા છે. પરંતુ હવે ક્ષમતા ન હોવાને કારણે પાંજરાપોળ પણ નવા પશુ સ્વિકારવાની ના પાડે છે.મનપા પાસે વધુ પશુ રાખવાની વ્યવસ્થા ન હોવાને કારણે શહેર માંથી વધુ પશુ પકડવામાં આવતા નથી.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:ડીસા-જુનાડીસા 8 લેન હાઇવે ઉપર‎70 વૃક્ષોને કાપ્યા વિના પ્રત્યારોપણ‎‎
    Next Article
    ગામ ગામની વાત:રખાપત અને શિક્ષણને ઉજાગર કરનાર સપુતની ગાથા ધરાવતું નોલી ગામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment