Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:ડીસા-જુનાડીસા 8 લેન હાઇવે ઉપર‎70 વૃક્ષોને કાપ્યા વિના પ્રત્યારોપણ‎‎

    5 days ago

    બનાસકાંઠાના મહત્વના વેપારી કેન્દ્ર ડીસાને પાટણ અને સૌરાષ્ટ્ર સાથે જોડતો ડીસા-જુનાડીસા હાઈવેને રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહાર સુગમ બનાવવા માટે 8-લેન બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સામાન્ય રીતે હાઈવે વિસ્તરણમાં રસ્તામાં આવતા વર્ષો જૂના વૃક્ષોને કાપી નાખવામાં આવે છે, પરંતુ અહીં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ અનોખી પહેલ કરી છે. તેમના માર્ગદર્શન હેઠળ વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગ વચ્ચે સંકલન સાધી વૃક્ષોને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત ડીસા-જુનાડીસા વચ્ચેના 5 કિલોમીટરના હાઈવે પર અવરોધરૂપ બનેલા આશરે 70 જેટલા મોટા અને ઘટાદાર વૃક્ષોને આધુનિક ટેક્નોલોજી દ્વારા મૂળ સાથે જ સલામત રીતે ખસેડી અન્ય સ્થળે પુનઃરોપણ કરવામાં આવ્યા છે. આ ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનથી દાયકાઓ જૂના વૃક્ષો કપાતા બચી ગયા છે અને વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ડીસા -જુનાડીસા 8-લેન હાઈવે બનતાં ટ્રાફિક જામ ઘટશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ગોબરગેસ 1411 કનેક્શન સાથે બ.કાં. રાજ્યમાં પ્રથમ
    Next Article
    રખડતા પશુઓનો ત્રાસ:જોરાવરનગરમાં નીલકંઠ મહાદેવ પાસે પશુના અડિંગાથી દર્શનાર્થીઓમાં ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment