Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ગોબરગેસ 1411 કનેક્શન સાથે બ.કાં. રાજ્યમાં પ્રથમ

    6 days ago

    બનાસકાંઠાના થરાદ, ભાભર, સુઈગામ, કાંકરેજ, દિયોદર, લાખણી અને વડગામ તાલુકાના ગામોમાં કુલ 1411 પરિવારો એવા છે, જે એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા નથી. સરકારના ગોબરધન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં સૌથી વધુ ઘરેલુ ગોબર ગેસનો ઉપયોગ બનાસકાંઠામાં થઈ રહ્યો છે. બનાસ ડેરીના આસી.જનરલ મેનેજર કરસનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે "ગોબરધન પ્રોજેક્ટ હાલ જિલ્લામાં સાત તાલુકામાં અમલમાં છે. જેમાં ઓછામાં ઓછા બે પશુ ધરાવતા લાભાર્થીને 42000 રૂપિયાની યુનિટ કોસ્ટની કીટ આપવામાં આવે છે, જેમાં લાભાર્થીએ માત્ર 5000 રૂપિયાનો ફાળો જમા કરાવવાનો રહે છે. જિલ્લામાં કેટલાક ગામોમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. થરાદ તાલુકાના સણાધર, ડેલ અને જાંદલા ગામોમાં 85%થી વધુ પશુપાલકોએ ઘરેલુ ગેસ તરીકે ગોબર ગેસ અપનાવ્યો છે. નવી અરજી પણ પેન્ડિંગ છે, જેને મંજૂરી મળતા વધુ કનેક્શન કાર્યરત થશે. કાંકરેજના સલીમગઢમાં 68 પશુપાલકોએ ગેસ પ્લાન્ટ માટે એકસાથે અરજી કરી છે. દૂધ મંડળીના ચેરમેન રામજીભાઈએ જણાવ્યું હતું કે ગ્રામસભામાં ગોબર ગેસનો ઉપયોગ કરવાનો મુદ્દો રજૂ કર્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકાર કરાયો છે. લાખણીના વાસણ કુડા ગામમાં ખેડૂતે ગોબરગેસ વાપરે છે. ગોબરધનમાં બ.કાં. ગુજરાતનો મોડેલ જિલ્લો સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં અંદાજે 7000 બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. તેમાં સૌથી વધુ 1411 ઘરેલુ ગોબર ગેસ કનેક્શન એકલા બનાસકાંઠા જિલ્લામાં છે, જે રાજ્યમાં પ્રથમ સ્થાન પર છે. કુલમાં આશરે 20% હિસ્સો ધરાવતો આ આંકડો દર્શાવે છે કે ગોબરધન યોજનામાં બનાસકાંઠા ગુજરાતનો મોડેલ જિલ્લો બની ગયો છે. આવી રીતે બને છે ગોબર ગેસ ગોબર ગેસ પ્લાન્ટ ગાય-ભેંસના ગોબર અને રસોડાના ઓર્ગેનિક કચરામાંથી ગેસ અને ખાતર બનાવવાની સરળ વ્યવસ્થા છે. ગોબર અને પાણી ભેળવી સ્લરી બનાવી બંધ ટાંકી (ડાયજેસ્ટર)માં નાખવામાં આવે છે. અંદર ઓક્સિજન વગર બેક્ટેરિયા ગોબરને સડાવી મિથેન ગેસ બનાવે છે. આ ગેસ પાઈપ દ્વારા રસોડામાં પહોંચે છે અને રસોઈ માટે ઉપયોગમાં લેવાય છે. બહાર નીકળતી સ્લરી ઉત્તમ ઓર્ગેનિક ખાતર બને છે.
    Click here to Read More
    Previous Article
    ઝળહળતી સિદ્ધિ:પાલનપુરના ટાકરવાડાની દીકરીએ ગેટમાં દેશમાં 124મો ક્રમાંક મેળવ્યો
    Next Article
    મંડે પોઝિટીવ:ડીસા-જુનાડીસા 8 લેન હાઇવે ઉપર‎70 વૃક્ષોને કાપ્યા વિના પ્રત્યારોપણ‎‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment