Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામોસણા વ્હોળા પર બીજો કમળપથ બનશે:મોઢેરા રોડ રાધનપુર રોડ અને રામોસણા ગામ એકબીજાથી જોડાશે

    1 week ago

    મહેસાણાના રાધનપુર રોડની એક તરફ બનાવેલ કમળપથની જેમ હવે તેની સામેની બાજુ રામોસણા તરફ રૂ.145.87 કરોડના ખર્ચે 2.92 કિમી લાંબા ખુલ્લા વ્હોળા ઉપર RCC બોક્સ કલ્વર્ટ સાથે રોડ બનાવવામાં આવશે. આ કામનું રવિવારે મુખ્યમંત્રીના હસ્તે વિસનગર ખાતે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થવાનો અંદાજ છે. હાલ ખુલ્લા વ્હોળામાં ગંદકી દુર્ગંધથી પરેશાન આસપાસની સોસાયટીના રહીશોને મોટી રાહત મળશે. સાથે જ મચ્છરોના ઉપદ્રવમાં પણ ઘટાડો થશે તેવી અપેક્ષા છે. નવો રોડ બનતાં રાધનપુરથી રામોસણા સુધી સીધું જોડાણ મળશે, જેના કારણે વાહન વ્યવહાર સરળ બનશે. પ્રોજેક્ટમાં રેલવે લાઇન સુધીનો માર્ગ, સર્વિસ રોડ તેમજ બંને બાજુ ફૂટપાથ બનશે. જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓ બંનેને સુવિધા મળશે. મનપા વિસ્તારમાં કુલ 43 વિકાસ કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. તેમાં ₹8.46 કરોડના ખર્ચે 18 રસ્તાઓ, ₹1.50 કરોડના સ્ટ્રીટલાઇટ પ્રોજેક્ટ અને ₹1.39 કરોડના ખર્ચે 15 આંગણવાડીઓના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. સાથે જ ચાર નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેમાં ₹8.97 કરોડના STP પ્લાન્ટ, પરા તળાવ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન સાથેનું રીડેવલપમેન્ટ અને ₹1.30 કરોડના ખર્ચે ફતેપુરા સર્કલના વિકાસ કાર્યનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટના મુખ્ય ફાયદા • આ માર્ગ બનતાં મોઢેરા રોડ, રાધનપુર રોડ અને રામોસણા ગામ એકબીજા સાથે જોડાશે. • નવા રોડનો નીચેનો ભાગ ગટર લાઈન તરીકે કાર્ય કરશે, જેથી વિસ્તારની સોસાયટીઓને ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા ઉપલબ્ધ થશે. • ગટર વ્યવસ્થાથી મચ્છરો અને દુર્ગંધથી છુટકારો મળશે, જે સ્થાનિકોના આરોગ્ય, પર્યાવરણ માટે લાભદાયક રહેશે. ​​​​​​​ • મોઢેરા રોડથી રામોસણા જવાનું અંતર 6 કિમી (15-20 મિનિટ) થી ઘટીને 5.4 કિમી (માત્ર 10 મિનિટ) થશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે. ​​​​​​​ • મોઢેરા રોડથી રામોસણા સુધી કમળપથની કુલ લંબાઈ 5.40 કિલોમીટર થશે. અગાઉ, વર્ષ 2021માં રૂ.54.99 કરોડના ખર્ચે મોઢેરા રોડથી રાધનપુર રોડ વચ્ચે ગંદા નાળા પર 2.5 કિમી કમળપથ બનાવાયો હતો. શહેરમાં 8 રસ્તા ડસ્ટ ફ્રી બનશે, ધૂળ પ્રદૂષણ ઘટશે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધૂળના પ્રદૂષણને ઘટાડવા માટે અંદાજે રૂ.3.50 કરોડના ખર્ચે આઠ મુખ્ય રસ્તાઓને સાઇડમાં બ્લોક નાંખીને ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે. જેના કારણે ધૂળ ઉડતી અટકશે અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાશે. આ પ્રોજેક્ટથી હવામાં ફેલાતું ધૂળનું પ્રદૂષણ ઓછું થશે, જેના કારણે લોકોને રાહત મળશે. સાથે જ ધૂળથી થતી એલર્જીમાં પણ ઘટાડો થશે. 1.એરપોર્ટ એન્ટ્રી ગેટથી શિલ્પા ગેરેજ . 2.શિલ્પા ગેરેજથી રાજકમલ પેટ્રોલ પંપ થઈ મોઢેરા સર્કલ સુધી. 3.શિલ્પા ગેરેજથી આંબાવાડી, સહકાર નગર થઈ પૂજન કોમ્પલેક્સ સુધી. 4.સોમનાથ સર્કલથી તળેટી ગામ સુધી. 5.રાજધાની ટાઉનશીપ પાસેનો સ્ટ્રેચ. 6.ગાંધીનગર લિંક રોડથી ઉચરપી ગામ એપ્રોચ રોડ. 7.તાવડિયા રોડ. 8.દૂધસાગર ડેરીથી રામોસણા અંડર બ્રિજ સુધીના રોડ ડસ્ટ ફ્રી બનશે. પરા તળાવમાં‎મનોરંજન વધશે‎ રૂ.8 કરોડના ખર્ચે પરા‎તળાવ (સ્વામી વિવેકાનંદ‎લેક)માં શહેરીજનો માટે‎મનોરંજનમાં વધારો થશે.‎અહીં તળાવમાં ફુવારા‎લાગી રહ્યા છે. પાણીના‎ફુવારા સ્ક્રીન લૂકમાં હ શે.‎આધુનિક બેઠક વ્યવસ્થા,‎ગ્રીનરીમાં વધારો થશે.‎
    Click here to Read More
    Previous Article
    પોલીસ કાર્યવાહી:બેના મોત પછી પોલીસે ઓવરસ્પીડ અને‎દારૂ પીધેલા પાંચ વાહનચાલકોને પકડ્યા‎
    Next Article
    ઝળહળતી સિદ્ધિ:પાલનપુરના ટાકરવાડાની દીકરીએ ગેટમાં દેશમાં 124મો ક્રમાંક મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment