Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ કાર્યવાહી:બેના મોત પછી પોલીસે ઓવરસ્પીડ અને‎દારૂ પીધેલા પાંચ વાહનચાલકોને પકડ્યા‎

    1 week ago

    શહેરમાં અઠવાડિયા અગાઉ રાધનપુર રોડ પર એક જ રાતમાં બે અકસ્માતમાં એક યુવક અને એક યુવતીનું મોત થયું હતું. આ ગંભીર ઘટના બાદ તાલુકા અને બી ડિવિઝન પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં ઓવરસ્પીડ અને દારૂના નશામાં વાહન હંકારતા 5થી વધુ ચાલકોને પકડી તેમની સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, કિશોર વયના વાહનચાલકોના માતા-પિતાને બોલાવી તેમને કાયદાકીય સમજ આપી હતી. બી ડિવિઝન પીઆઈ એન.એસ. ઘેંટિયાએ જણાવ્યું કે, કપીલા હનુમાન પાસે થયેલા અકસ્માતમાં રસ્તો ઓળંગી રહેલા એક યુવકનું મોત થયું હતું, જ્યાં કોઈ સત્તાવાર રોડ ક્રોસિંગ નહોતું. જ્યારે તાલુકા પીએસઆઈ પી.એસ. જોશીએ જણાવ્યું કે, કાશી વિશ્વનાથ મંદિર પાસેના કટ પર વળતી વખતે એક યુવતીનું મોત થયું હતું. આ અકસ્માતમાં સામેવાળો બાઈક ચાલક પણ ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સીસીટીવી‎ફૂટેજમાં ઓવર સ્પીડિંગ સ્પષ્ટ દેખાય છે અને‎મૃતક વાહનચાલકે સાઈડ સિગ્નલ ન આપ્યું‎હોવાથી પ્રથમ દ્રષ્ટિએ બંને પક્ષે ભૂલ જણાય છે.‎ તાલુકા પીઆઈ ડી.આર. રાવે જણાવ્યું કે,‎રાધનપુર રોડ પર 100-150 મીટર આગળ યુ-ટર્ન‎હોવા છતાં લોકો 50 મીટર માટે રોંગ સાઇડ લઈ‎શોર્ટકટ લે છે, જે ખૂબ જ જોખમી છે.‎‎ શહેરના રાધનપુર સર્કલ ખાતે ટ્રાફિક નિયમોના કડક અમલ હેઠળ સિગ્નલ ભંગ કરનાર 120 વાહનચાલકોને ઇ-મેમો મોકલવામાં આવ્યા છે. છેલ્લા 15 દિવસ દરમિયાન કેમેરામાં કેદ થયેલા વાહનચાલકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઇ એચ.બી. સુથારે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દીપડાના પગના નિશાન મળી આવતાં ગ્રામજનો ભયભીત:ધોળાસણ ગામની સીમમાં બે દી'થી દીપડાના આંટા, કૂતરાનું મારણ કર્યું
    Next Article
    રામોસણા વ્હોળા પર બીજો કમળપથ બનશે:મોઢેરા રોડ રાધનપુર રોડ અને રામોસણા ગામ એકબીજાથી જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment