Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડાના પગના નિશાન મળી આવતાં ગ્રામજનો ભયભીત:ધોળાસણ ગામની સીમમાં બે દી'થી દીપડાના આંટા, કૂતરાનું મારણ કર્યું

    1 week ago

    મહેસાણા તાલુકાના ધોળાસણ ગામની સીમમાં બે દિવસથી દીપડાના આંટા ફેરા વધ્યા છે. તેના પગના નિશાન મળી આવતાં ગ્રામજનો ચિંતામાં મુકાયા છે અને એ કલા ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. શનિવારથી વન વિભાગની ટીમ પણ વિસ્તાર ખૂંદી રહી છે. રવિવારે રાત્રે બે પાંજરાં મૂકી જાળ બિછાવાઇ હતી. ધોળાસણ ગામના વતની અને મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભોગીલાલ પટેલે જણાવ્યું કે, સીમ વિસ્તારમાં અને ઓએનજીસીના ખાડાના ભાગમાં દીપડાના પગના નિશાનો જોવા મળ્યા છે. આ દરમિયાન એક કૂતરાનો શિકાર કર્યો છે. વન વિભાગના મહિલા ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમ રાત્રે અલગ અલગ બે જગ્યાએ પાંજરા લાવીને દીપડાની હરકતો પ્રમાણે શોધખોળ કરી રહી છે. ગામના સુરેશભાઈ બળદેવભાઈ પાસરીયાના ખેતરમાં ચીકુડી વાવેતર પટ્ટામાં પણ દીપડાના પગના નિશાન જોવા મળ્યા છે. રવિવારે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ફોરેસ્ટની ટીમ ગામથી થોડે દૂર આવેલ ચીકુડીની વાડીમાં અને ખેતર સીમમાં બે પાંજરા મૂક્યા હતા. ફોરેસ્ટ ઓફિસર ઉશીકાબેન પટેલે કહ્યું કે, દીપડો કે અન્ય કોઈ વન્ય પ્રાણી હોઈ શકે છે. ગામલોકો કહે છે, જોયો પણ સ્પષ્ટ થતું નથી શું જોયું. ચીકુડીની વાડીમાં વન્ય પ્રાણીના પગના ચિન્હો જોવા મળે છે. એક કૂતરાનું મારણ થયેલું છે. દીપડાના પગનાં નિશાન મળ્યા.
    Click here to Read More
    Previous Article
    રમતગમત:કબડ્ડીમાં વડનગર, ખો-ખોમાં બહુચરાજી અને દોડમાં સતલાસણા પ્રથમ ક્રમે વિજેતા
    Next Article
    પોલીસ કાર્યવાહી:બેના મોત પછી પોલીસે ઓવરસ્પીડ અને‎દારૂ પીધેલા પાંચ વાહનચાલકોને પકડ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment