Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:લાંઘણજ-વડસ્મા રોડે કારની ટક્કરે એક્ટિવાચાલકનું મોત

    1 week ago

    મહેસાણા તાલુકાના લાંઘણજથી વડસ્મા તરફ જતા રોડ પર પૂરઝડપે આવતી સ્વીફ્ટ કારે એક્ટિવાને અડફેટે લેતાં એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કડી તાલુકાના ઘુમાસણ ગામના રાજેન્દ્રકુમાર બેચરદાસ પટેલ રવિવારે સવારે એક્ટિવા (GJ 02 ઇપી 1356) લઇ વિસનગર તાલુકાના કડા ગામે સધી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બપોરે 10.45 વાગ્યાના સુમારે વડસ્મા ગામ પાસે લાંઘણજ તરફથી પૂરઝડપે આવતી સ્વીફ્ટ કાર (GJ 02 ઇએન 1923)ના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં રાજેન્દ્રકુમારને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકને પોસ્ટમોર્ટમ માટે લાંઘણજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીએમ બાદ પરીવારને મૃતદેહ સોંપાયો હતો. આ બનાવ અંગે મૃતકના સંબંધી બળવંતભાઈ કાલીદાસ પટેલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને આધો પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગર્વની વાત:મહેસાણાની પ્રિશા સ્વિમિંગની નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
    Next Article
    મંડે પોઝિટીવ:દરરોજની 20 મિનિટે બદલ્યું બાળકોનું જીવન: આજે કોઈ તિરંદાજીમાં રાજ્ય સ્તરે પહોંચ્યું,તો કોઈ નાની ઉંમરે બ્યુટી પાર્લરની કળામાં માહિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment