Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલાની ઘટના આવી સામે:જમીન ખેડવા મુદ્દે દેરાણીએ પિયર પક્ષને બોલાવી જેઠ-જેઠાણી ઉપર હુમલો કર્યો

    1 week ago

    વિજયનગર તાલુકાના વાંકડા ગામની સીમમાં જમીન ખેડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેરાણીએ પિયર પક્ષના સભ્યો સાથે મળીને જેઠાણી અને જેઠ પર લાકડીઓ તથા ગડદાપાટુનો હિંસક હુમલો કરતા 4 શખ્સો સામે ચિઠોડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ​ફરિયાદી લક્ષ્મીબેન ભુરાજી મોડીયાના જણાવ્યા અનુસાર, આ ઘટના 1 માર્ચના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. લક્ષ્મીબેન અને તેમના પતિ ઘરે હાજર હતા ત્યારે તેમની દેરાણી શારદાબેન નરેશભાઈ મોડીયાએ ઘરની બાજુમાં આવેલી જમીન ખેડવા બાબતે બિભત્સ ભાષા વાપરીને ઝઘડો શરૂ કર્યો હતો. તકરાર વધતા શારદાબેને ઉશ્કેરાઈને લક્ષ્મીબેનને પીઠના ભાગે લાકડી ફટકારી દીધી હતી. ​જ્યારે લક્ષ્મીબેનના પતિ ભુરાજી વચ્ચે પડ્યા ત્યારે શારદાબેને ફોન કરીને કોડીયાવાડા ગામથી પોતાના પિયર પક્ષના લોકોને બોલાવી લીધા હતા. શારદાબેનના પિતા છગનભાઈ રૂપાજી ડામોર, માતા જીવીબેન અને ભાઈ જગદીશભાઈ ડામોર લાકડીઓ સાથે ત્યાં ધસી આવ્યા હતા. ​હુમલાખોરોએ ભુરાજીને માથાના ભાગે લાકડી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને જમણી આંખ પર મુક્કો મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. આરોપીઓએ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત પતિને તાત્કાલિક 108માં વિજયનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. ​આ મામલે પરિવારે શરૂઆતમાં સામાજિક રીતે સમાધાનના પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે 21 માર્ચ ના રોજ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ​શારદાબેન નરેશભાઈ મોડીયા (રહે.વાંકડા, તા.વિજયનગર), ​છગનભાઈ રૂપાજી ડામોર (રહે.કોડીયાવાડા, તા. વિજયનગર), ​જીવીબેન છગનભાઇ ડામોર (રહે. કોડીયાવાડા, તા.વિજયનગર) અને ​જગદીશભાઈ છગનભાઈ ડામોર (રહે.કોડીયાવાડા, તા.વિજયનગર) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરોનો આતંક:ઉછીના લીધેલા 20 હજાર સામે બે વ્યાજખોરે એક્ટિવા પડાવી લીધું,નવા ટાયર કાઢી નાખ્યાં
    Next Article
    મંડે પોઝિટીવ:120 પરીક્ષાના 2000 પ્રશ્નપત્રો ડિજિટલ લોકરમાં સુરક્ષિત,અગાઉ 2.50 લાખ છાત્રોની 21 લાખ નકલો પ્રિન્ટિંગ કરાવી પડતી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment