Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:120 પરીક્ષાના 2000 પ્રશ્નપત્રો ડિજિટલ લોકરમાં સુરક્ષિત,અગાઉ 2.50 લાખ છાત્રોની 21 લાખ નકલો પ્રિન્ટિંગ કરાવી પડતી હતી

    1 week ago

    ડિજિટલ ઈન્ડિયાના યુગમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. વર્ષો જૂની પ્રિન્ટિંગ અને ટ્રાન્સપોર્ટની ખર્ચાળ પરંપરાને તોડીને યુનિવર્સિટીએ સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિને પેપરલેસ બનાવી છે. હવે પ્રશ્નપત્રો લોખંડી તિજોરીઓમાં નહીં, પણ સુરક્ષિત ડિજિટલ લોકરમાં કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે. આ નવીન પ્રયોગથી એક મહિનાની મહેનત અને માનવબળમાં ઘટાડા સાથે દર 6 મહિને 60 લાખ રૂપિયાની બચત થઈ રહી છે, જે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ માટે દિશાસૂચક બની છે. ​રાજ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ વચ્ચે HNGUએ એક ''ક્લિક'' પર સુરક્ષા અને પારદર્શિતાનો સંગમ સાધ્યો છે. અગાઉ દર 6 મહિને યુનિવર્સિટીના અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓની 120 પરીક્ષાઓના 2000 જેટલા પ્રશ્નપત્રોની 21 લાખ નકલો પ્રિન્ટ કરવી પડતી હતી. આ માટે પરીક્ષાના એક મહિના પહેલા પ્રિન્ટિંગ શરૂ થતું અને ત્યારબાદ પરીક્ષાના એક દિવસ પૂર્વે 18 ગાડીઓ તથા 30 કર્મચારીઓના મોટા કાફલા મારફતે સેન્ટરો પર પેપર પહોંચાડવામાં આવતા હતા. આ ''લશ્કરી કવાયત'' પાછળ અંદાજે 80 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. ​હવે આ સમગ્ર પ્રક્રિયા ભૂતકાળ બની ગઈ છે. નવી સિસ્ટમ મુજબ, પરીક્ષાના દિવસે જ અડધો કલાક પૂર્વે પ્રશ્નપત્રો ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવે છે. આનાથી માત્ર નાણાં જ નહીં, પરંતુ લાખોની સંખ્યામાં કાગળનો બચાવ થતા પર્યાવરણનું પણ જતન થયું છે. હાલમાં પેપર સેટર, ટાઈપિંગ અને પ્રૂફરીડિંગ જેવી કામગીરીનો જ માત્ર 18 લાખનો ખર્ચ થાય છે, જેનાથી દર છ મહિને 60 લાખથી વધુની બચત થઈ રહી છે. રજિસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે, આ બચતનો સીધો લાભ વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ વધારવામાં વાપરવામાં આવશે. ​ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, "વધારે ખર્ચ એટલે વધારે સુરક્ષા એ માન્યતા ખોટી છે. પેપર લીકના વધતા કિસ્સાઓ વચ્ચે 2023માં પેપરલેસ વિતરણ પ્રક્રિયા માટે મોડ્યુલ તૈયાર કરાયું હતું. રિપીટર વિદ્યાર્થીઓ પર સફળ પ્રયોગ કર્યા બાદ, ક્ષતિઓ દૂર કરી અંતે 2025-2026ની પરીક્ષાઓમાં તેનું સંપૂર્ણ અમલીકરણ કર્યું છે. ​સમજો ERP મોડ્યુલ સિસ્ટમ અને સુરક્ષા‎ ​યુનિવર્સિટી દ્વારા ખાસ ERP મોડ્યુલ (સોફ્ટવેર) તૈયાર કરવામાં આવ્યું છે, જે અત્યંત અભેદ્ય છે. દરેક પરીક્ષા કેન્દ્રને યુનિક આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે, જે સીધા આચાર્યના ઈમેલ પર જ મોકલવામાં આવે છે. પરીક્ષાના અડધા કલાક પહેલા જ તેની લિંક એક્ટિવેટ થાય છે. સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ પ્રિન્ટ કાઢીને તુરંત જ વર્ગખંડમાં વિતરણ કરવામાં આવે છે, જેથી વચગાળાના સમયમાં પેપર ફૂટવાની કોઈ શક્યતા રહેતી નથી. ​ ​ આ મોડલ રાજ્યમાં લાગુ થાય તો પારદર્શિતા વધશે‎ ટેકનિકલ એક્સપર્ટ પ્રો. ડૉ. બી.એસ. પટેલે (પાટણ) જણાવ્યું હતું કે, આ ''એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન'' મોડલ છે. જ્યારે પ્રશ્નપત્ર ફિઝિકલ સ્વરૂપે મુસાફરી કરે છે ત્યારે જોખમ વધારે હોય છે, પરંતુ ડિજિટલ લોકરમાં ડેટા માત્ર ગંતવ્ય સ્થાન પર જ ખુલે છે. HNGUએ સાબિત કર્યું છે કે ટેકનોલોજી સ્ટાફની મહેનત ઘટાડીને આઉટપુટ વધારી શકે છે. અપલોડથી ડાઉનલોડ સુધીની દરેક સેકન્ડનું ટ્રેકિંગ સિસ્ટમમાં રહે છે. જો આ મોડલ સમગ્ર રાજ્યમાં લાગુ થાય, તો પરીક્ષાની વિશ્વસનીયતામાં 100% સુધારો થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    હુમલાની ઘટના આવી સામે:જમીન ખેડવા મુદ્દે દેરાણીએ પિયર પક્ષને બોલાવી જેઠ-જેઠાણી ઉપર હુમલો કર્યો
    Next Article
    સોલર પમ્પિંગ સિસ્ટમો નષ્ટ થતા 300 પરિવારોને નુકસાન:સોલર પમ્પિંગ સિસ્ટમો નષ્ટ થતા અને તૈયાર થયેલું મીઠું રણની માટીમાં ભળી જતાં 300થી વધુ પરિવારોને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment