Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલર પમ્પિંગ સિસ્ટમો નષ્ટ થતા 300 પરિવારોને નુકસાન:સોલર પમ્પિંગ સિસ્ટમો નષ્ટ થતા અને તૈયાર થયેલું મીઠું રણની માટીમાં ભળી જતાં 300થી વધુ પરિવારોને નુકસાન

    1 week ago

    કચ્છના નાના રણના સાંતલપુર પંથકમાં 18 માર્ચે ત્રાટકેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયા પરિવારોની આજીવિકા પર પાણી ફેરવી દીધું છે. આ ગંભીર સ્થિતિને પગલે અગરિયા હિત રક્ષક મંચ દ્વારા સરકારમાં રજૂઆત કરી પેકેજ જાહેર કરવા માંગ કરી છે. અગરિયા હિત રક્ષક મંચ દ્વારા જણાવ્યું હતું કે, વાવાઝોડામાં મીઠું પકવવા માટે વસાવેલી મોંઘીદાટ સોલર પમ્પિંગ સિસ્ટમો નષ્ટ થઈ છે અને ક્રિસ્ટલાઇઝરમાં તૈયાર થયેલું હજારો ટન મીઠું રણની માટીમાં ભળી જતાં 300થી વધુ પરિવારો આર્થિક પાયમાલીના આરે આવી ગયા છે. રણમાં રહેતા આ પરિવારોના કાચા આશિયાના તૂટી પડ્યા છે અને અનાજ-ઘરવખરી પલળી જતાં હાલ તેઓ ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે. અગરિયા હિત રક્ષક મંચે સરકાર સમક્ષ માંગ કરી છે કે, પ્રશાસન દ્વારા તાત્કાલિક રણ વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્તોને આર્થિક સહાય તથા ‘કેશડોલ્સ’ ચૂકવવામાં આવે. આ ઉપરાંત, નષ્ટ થયેલા સોલર સાધનોના પુનઃસ્થાપન માટે વિશેષ પેકેજ અને રણમાં ભરાતા નર્મદાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરાઈ છે. જો સમયસર સહાય નહીં મળે, તો પરસેવો પાડીને દેશને મીઠું પૂરું પાડતો અગરિયો દેવાના ડુંગર નીચે દબાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:120 પરીક્ષાના 2000 પ્રશ્નપત્રો ડિજિટલ લોકરમાં સુરક્ષિત,અગાઉ 2.50 લાખ છાત્રોની 21 લાખ નકલો પ્રિન્ટિંગ કરાવી પડતી હતી
    Next Article
    ગર્વની વાત:મહેસાણાની પ્રિશા સ્વિમિંગની નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment