Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલયાત્રીઓના સુરક્ષામાં થશે વધારો:ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ ટ્રેન ટૂંક જ સમયમાં શરૂ થશે

    5 days ago

    મધ્ય રેલવેમાં મુંબ્રા ખાતે દોડતી લોકલમાંથી પડી જતા પ્રવાસીઓના મૃત્યુ થયાની ઘટના 2025માં બની હતી. એના પર ઉપાય તરીકે રેલવે મંડળે ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ ચલાવવાનો નિર્ણય લીધો હતો. એ પછી ચેન્નઈ સ્થિત ઈંટિગ્રલ કોચ ફેકટરીમાં ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ તૈયાર કરવામાં આવી. આ લોકલ ટૂંક સમયમાં મધ્ય રેલવેના કાફલામાં દાખલ થશે. તેમ જ માર્ચના અંત સુધી એક એસી લોકલનો પણ ઉમેરો થશે. કલ્યાણ-થાણે દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઘણી વધી છે. એની સરખામણીએ લોકલ ફેરીની સંખ્યા ઓછી છે. તેથી દોડતી લોકલમાંથી પડી જતા પ્રવાસીના મૃત્યુ થાય છે. દિવા-મુંબ્રા દરમિયાન 9 જૂન 2025ના એક સાથે 13 પ્રવાસીઓ લોકલમાંથી પડી ગયા હતા. એમાં 9 પ્રવાસીઓ જખમી થયા અને 4 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે મંડળના અધિકારીઓએ ઈંટિગ્રલ કોચ ફેકટરીની બેઠક થઈ હતી. સામાન્ય લોકલની રચનામાં ફેરફાર કરીને હવાની અવરજવર થતી રહે એવી પદ્ધતિની રચના કરીને ડબ્બા તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી. રેલવે મંડળે ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ ચલાવવાનો નિર્ણય લીધો. આઈસીએફે ઓટોમેટિક દરવાજાવાળી લોકલ તૈયાર કરી છે જે મધ્ય રેલવેના કાફલામાં દાખલ થશે. આ લોકલનું પરીક્ષણ ઓછી ગિરદીના સમયે અને ગિરદીના સમય કર્યા પછી પ્રવાસીઓની સેવામાં દાખલ કરવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. સામાન્ય લોકલના ઓટોમેટિક દરવાજામાં લુવર્સ લગાડવામાં આવ્યા છે. એના લીધે આ લુવર્સમાંથી હવાની અવરજવર થતી રહેશે. ડબ્બામાં તાજી હવા આવતી રહે એ માટે લોકલની છત પર વાયુવિજન યંત્રણા હશે. તેમ જ એસી લોકલ પ્રમાણે એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવું શક્ય થશે.
    Click here to Read More
    Previous Article
    માર્ચ - 2026 સુધી પ્રકલ્પબાધિતોનું પુનર્વસન કરાશે:ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પબાધિતોને 300 સ્કવેર ફૂટના ઘર આપવામાં આવશે
    Next Article
    સિટી એન્કર:જૈનાચાર્ય શ્રી યોગતિલકસૂરિજીની વાણીના પ્રભાવે 64 દીક્ષાના વધામણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment