Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:જૈનાચાર્ય શ્રી યોગતિલકસૂરિજીની વાણીના પ્રભાવે 64 દીક્ષાના વધામણા

    1 week ago

    દીક્ષા ધર્મના મહાનાયક જગમશહૂર જૈનાચાર્ય શ્રીમદ્ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્યમય વાણીના પ્રભાવે ગત મહા વદ ૭ તા.૮-૨-૨૬ ના મુંબઈ-મહારાષ્ટ્રની ધરા પર સદીઓમાં સૌપ્રથમવાર એક જ સાથે એક જ મંડપે ૬૪-૬૪ દીક્ષાઓ થઈ હતી. જૈનશાસનની બુનિયાદ એવા આ દીક્ષાધર્મના વધામણાર્થે ચૈત્ર સુદ ૩ તા.૨૧-૩-૨૬ ના મલબાર હિલ સ્થિત લોકભવનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન, રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢા આદિની ઉપસ્થિતિમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત રાજકીય હસ્તીઓ દ્વારા પ્રભુમહાવીરે દર્શાવેલા સર્વોચ્ચ એવા નિષ્પાપજીવન-દીક્ષાજીવનની અનહદ સરાહના કરવામાં આવી હતી.અધ્યાત્મ પરિવાર દ્વારા પ્રદર્શની: આ આયોજન અંતર્ગત લોકભવનમાં સુપ્રસિદ્ધ જૈન સંસ્થા ‘અધ્યાત્મ પરિવાર’ દ્વારા વિવિધ પ્રદર્શનીઓને પ્રસ્તુત કરવામાં આવી હતી. જેને ઉપરાષ્ટ્રપતિશ્રી સહિત તમામ મંત્રીઓ દ્વારા દિલથી નવાજવામાં આવી હતી. આનંદમાં અભિવૃદ્ધિ સમ વૈશાખ સુદ ૯ તા.૧૧-૫-૨૬ ના લોનાવલા મુકામે ‘સૂરિયોગ’ની નિશ્રામાં જેઓ ભરયૌવન વયે દીક્ષા સ્વીકારવાના છે એ મુમુક્ષુરત્ન શ્રી સુવ્રતકુમારનું ઉપરાષ્ટ્રપતિશ્રી આદિ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જૈનશાસની સેવા- સુરક્ષાની કાર્યનિધિ: સાથોસાથ ૬૪ દીક્ષા મહોત્સવ અંતર્ગત અધ્યાત્મ પરિવાર દ્વારા ચાલી રહેલા જૈનશાસનની સેવા-સુરક્ષાની કાર્યનિધિમાં જે મહાનુભાવોએ માતબર રકમથી લાભ લીધો હતો તે સર્વેનું પણ ઉપરાષ્ટ્રપતિશ્રી આદિ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જૈનશાસનના અનેક અગ્રણીઓ-ટ્રસ્ટીવર્યો-શાસનસુભટો આ તમામ યાદગાર ક્ષણોના સાક્ષી બન્યા હતા. અવસરના સમાપન બાદ સર્વેની બેસાડીને બહુમાનપૂર્વક સાધર્મિકભક્તિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રેલયાત્રીઓના સુરક્ષામાં થશે વધારો:ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ ટ્રેન ટૂંક જ સમયમાં શરૂ થશે
    Next Article
    મંડે પોઝિટીવ:લોકભવનમાં 150 વર્ષ જૂની ઐતિહાસિક તસવીરો અને દસ્તાવેજોનું પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment