Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ચ - 2026 સુધી પ્રકલ્પબાધિતોનું પુનર્વસન કરાશે:ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પબાધિતોને 300 સ્કવેર ફૂટના ઘર આપવામાં આવશે

    5 days ago

    મહાપાલિકાએ ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ મહત્વકાંક્ષી પ્રકલ્પ હાથમાં લીધો છે. મહાપાલિકાએ આ રસ્તા વિકાસ પ્રકલ્પના બાધિતો માટે મુંબઈ પ્રકલ્પ બાધિત ગૃહનિર્માણ પ્રકલ્પ અંતર્ગત કાંજુરમાર્ગ પશ્ચિમ ખાતે લીધેલી લગભગ 10 હજાર 50 સ્કવેર મીટર એરિયા પર 7 ઈમારતોમાં 906 ઘરનું બાંધકામ કરી રહી છે. આ કામ ઝડપથી ચાલુ છે. એમાં બે ઈમારતોનું કામ અંતિમ તબક્કામાં છે અને 252 પ્રકલ્પબાધિતોનું માર્ચ 2026 સુધી પુનર્વસન કરવામાં આવશે. ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પ ચાર તબક્કામાં પ્રસ્તાવિત છે. આ પ્રકલ્પના લીધે બાધિત નાગરિકોને રહેવા માટે મહાપાલિકા તરફથી કાંજુરમાર્ગ પશ્ચિમ ખાતે લગભગ 10 હજાર 50 સ્કવેર મીટર એરિયા પર 7 ઈમારતો બાંધવામાં આવી રહી છે. એમાં 23 માળાની ઈમારતોનો સમાવેશ છે. આ ઈમારતોમાં કુલ 906 ઘર છે. દરેક ઘરનો એરિયા 300 સ્કવેર ફૂટ છે. એમાં હોલ, બેડરૂમ વીથ એટેચ્ડ બાથરૂમ અને રસોડાનો સમાવેશ છે. તેમ જ પ્રકલ્પના પરિસરમાં બજાર, સભાગૃહ, લાયબ્રેરી, આરોગ્ય કેન્દ્ર, ગંદા પાણીનું પ્રક્રિયા કેન્દ્ર વગેરે સુવિધા પૂરી પાડવામાં આવશે. અતિરિક્ત મહાપાલિકા આયુક્ત અભિજિત બાંગરે તાજેતરમાં આ ઘરોનું નિરીક્ષણ કર્યું હતું. ઘરમાં અંતર્ગત રચના, પાણી, સ્વચ્છતાગૃહ, વીજ, લિફ્ટ, દાદરા, અગ્નિસુરક્ષા ઉપાયયોજનાની ગુણવત્તા, તેમ જ એ સંબંધિત બાબતોની માહિતી લીધી હતી. બાકીના ઘરનું બાંધકામ નિયત સમયમાં પૂરું કરવું જેથી એ વહેલાસર પ્રકલ્પબાધિતોને સુપ્રત કરી શકાય. તેમ જ પ્રકલ્પના ઠેકાણે પૂરી પાડવામાં આવતી સુવિધાઓની પૂર્તી કરવા જરૂરી ઉપાયયોજના કરવી એવો આદેશ બાંગરે આપ્યો હતો. ઘરોનું બાંધકામ યોગ્ય રીતે અને દરજ્જાદાર ચાલુ છે. અહીં રહેવા આવનારા માટે સુવિધાઓ ચોક્કસ સમયમાં પૂરી કરવી તેમ જ બાંધકામ સમયસર પૂરું કરવું અને બાધિતોને ઉપલબ્ધ કરવા. એના માટે યોગ્ય નિયોજન અને અમલબજાવણી કરવી જેવી સૂચના બાંગરે આપી હતી. માર્ચ-એપ્રિલમાં ઓસી મળશે ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પ તબક્કા 3 અંતર્ગત જૂન 2026થી ટીબીએમ દ્વારા અંડરગ્રાઉન્ડ ખોદકામની શરૂઆત કરવામાં આવશે. એ પહેલાં અમરનગર ખાતે લોન્ચિંગ શાફ્ટનું કામ શરૂ થવું અપેક્ષિત છે. એના માટે જગ્યાની જરૂર છે. અમરનગર ખાતેના પ્રકલ્પબાધિતોનું કાંજુરમાર્ગ પશ્ચિમ ખાતે પુનર્વસન કરવામાં આવશે. પાત્ર કુટુંબોને પુનર્વસન માટે 7 ઈમારતોમાં 300 સ્કવેર ફૂટના ઘર બાંધવામાં આવી રહ્યા છે. 2 ઈમારતોનું બાંધકામ પૂરું થયું છે અને માર્ચ 2026માં ઓસી મળવી અપેક્ષિત છે. તેથી પ્રથમ તબક્કામાં 25 ઘર ઉપલબ્ધ થશે. બાકીની 5 ઈમારતોને એપ્રિલ 2026માં ઓસી મળવી અપેક્ષિત છે એમ બાંગરે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Vedanta challenges NCLT nod to Adani’s bid to acquire Jaiprakash Associates
    Next Article
    રેલયાત્રીઓના સુરક્ષામાં થશે વધારો:ઓટોમેટિક દરવાજાવાળી સામાન્ય લોકલ ટ્રેન ટૂંક જ સમયમાં શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment