Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ.જી. હાઈ-વે પર હિટ એન્ડ રન:ગોતા બ્રિજ નજીક રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધાનુ અજાણી થાર ગાડીની ટક્કરે મોત

    10 hours ago

    અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના સામે આવી છે. ગોતા બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલા 60 વર્ષીય વૃદ્ધાને એક પૂરઝડપે આવતી અજાણી થાર ગાડીએ ટક્કર મારતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી પોલીસે અજાણ્યા થાર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અજાણી થાર ગાડીના ચાલકે મહિલાને જોરદાર ટક્કર મારી હતી મળતી માહિતી મુજબ, ત્રાગડ રોડ પર આવેલા મલાબાર એક્ઝોટિકા પાસે રહેતા મધુદેવી તેજપાલ જૈન (ઉં.વ. 60) ગોતા સ્થિત જૈન દેરાસરે દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. જ્યારે તેઓ એસ.જી. હાઈવે પર ગોતા બ્રિજના ઉત્તર છેડે મહાદેવ મંદિર સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક અજાણી થાર ગાડીના ચાલકે પોતાની ગાડી ગફલતભરી રીતે ચલાવી મધુદેવીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા વૃદ્ધા રોડ ઉપર ફટકાયા હતા અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. અજાણ્યા થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો અકસ્માત સર્જીને થારનો ચાલક ગાડી સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્રએ એસ.જી. ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવતા પોલીસે બી.એન.એસ. (B.N.S.) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે
    Click here to Read More
    Previous Article
    અનંત-રાધિકાની લેટ નાઇટ ડ્રાઇવ, VIDEO:સફેદ રંગની ઓપન રોલ્સ-રોયસમાં જોવા મળ્યા, બાંદ્રા-વર્લી સી-લિંક પર કાર દોડાવી; અનંતે પોતે કાર ચલાવી
    Next Article
    આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં મહિલાઓનો જનસેલાબ ઉમટ્યો, DRONE વીડિયો:30 હજાર મહિલાઓ જોડાઇ, શિક્ષણમંત્રી રિવાબાએ કહ્યું- જે ઘરનું બજેટ બનાવે એ રાષ્ટ્રનું બજેટ પણ બનાવી શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment