Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં મહિલાઓનો જનસેલાબ ઉમટ્યો, DRONE વીડિયો:30 હજાર મહિલાઓ જોડાઇ, શિક્ષણમંત્રી રિવાબાએ કહ્યું- જે ઘરનું બજેટ બનાવે એ રાષ્ટ્રનું બજેટ પણ બનાવી શકે

    4 days ago

    લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ આયોજીત 'ભક્તિ અને શક્તિનો સમન્વય-આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન' શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા આર.જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે સંસ્થાના ઉર્વશી કુંવરબા તથા રાજનંદની કુંવરબા તથા 30 હજાર મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વીરાંગનાઓને જગતનો ઉદ્ધાર કરવા માટે સહભાગી બનવાનો અનુરોધ કર્યો મોટા વરાછા ખાતે આયોજીત અધિવેશનમાં મંત્રી રિવાબાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનના કાર્યક્રમ ખરા અર્થમાં ભક્તિ અને શક્તિનો સમન્વય બન્યો છે. ચૈત્રી નવરાત્રીએ માતાજીની ભક્તિ કરવાનો આ ઉત્તમ સમય છે અને આ ભક્તિથી જ માતાજી આપણને એક અજબ પ્રકારની શક્તિ અર્પે છે. જેવી રીતે અંબા માતા, દુર્ગા માતા અને કાલિકા માતાએ પોતાની શક્તિથી અનેક રાક્ષસોનો સંહાર કરી આ જગતનો ઉદ્ધાર કર્યો હતો એવી જ રીતે આ યુગમાં વીરાંગનાઓને જગતનો ઉદ્ધાર કરવા માટે સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો. શિક્ષિત, સજાગ અને સંસ્કારી મહિલાઓ દ્વારા પરિવાર હંમેશા સુખી અને સંપન્ન બને તેમણે કહ્યું કે, સ્ત્રી એ સમાજનું હૃદય છે. પરિવારના સંસ્કારોને લઈને સમાજના વિકાસ સુધી મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. શિક્ષિત, સજાગ અને સંસ્કારી મહિલાઓ દ્વારા પરિવાર હંમેશા સુખી અને સંપન્ન બને છે અને આ જ પરિવાર દ્વારા એક સુખી સંપન્ન સંસ્કારીત સમાજનું નિર્માણ થતું હોય છે. આ તકે લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા દીકરીઓને સર્વાઇકલ કેન્સરમાંથી મુક્ત રાખવા માટે અને તેની રસી દીકરીઓને મુકાવવી, હોમ મેડ સેનેટરી નેપકિન્સ આપવા અને કોરોના જેવી મહામારી સમયે ત્રણ લાખ હોમ મેડ માસ્કનું વિતરણ, મફતમાં ટિફિન યોજના જેવી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. જો એક દીકરી ભણશે તો તે ત્રણ પેઢીને તારશે રિવાબા જાડેજાએ વધુમાં કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલા દીકરીઓને દૂધપીતી કરવા જેવા કુરિવાજો સામે ટકોર કરી સ્ત્રી શિક્ષણનો આગ્રહ રાખ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "જો એક દીકરી ભણશે તો તે ત્રણ પેઢીને તારશે". ભારત ઉત્થાન અને વિશ્વ કલ્યાણ માટે માતૃશક્તિનું સશક્ત હોવું અનિવાર્ય છે. તેમણે પુરાણોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આપણા દેશમાં સદીઓથી સ્ત્રીઓને સન્માન આપવામાં આવે છે, જેનું ઉદાહરણ સંતાનોના નામની પાછળ માતાનું નામ લખવાની પરંપરા હતી. આ સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચલાવવામાં આવતા વ્યસન મુક્તિના અભિયાનની પણ પ્રશંસા કરી હતી. જ્યારે એક બહેન ઘરનું બજેટ બનાવે ત્યારે એ રાષ્ટ્રનું બજેટ પણ બનાવી શકે, એનો જીવતો દાખલો હમણાં નિર્મલા સીતારમણજીએ બજેટ રજૂ કરીને આપણી સમક્ષ મૂક્યો છે. અને એટલે જ હું વંદન કરું છું કે 33 ટકા રિઝર્વેશન (33% ઇન બોથ ધ એસેમ્બલીઝ, એટલે કે મહિલાઓ માટે નારી શક્તિ અધિનિયમ વંદન, કે જે 33 ટકા અનામત આપે છે બહેનોને રાજકારણમાં પણ. માતૃશક્તિનો વિકાસ થશે ત્યારે આ દેશનો વિકાસ થશે આ પ્રકારના આયામો, આ પ્રકારની યોજનાઓ અને આ પ્રકારનું બજેટ કે જેમાં બહેનોને ચોથા આયામ તરીકે જોઈ અને પ્રધાનમંત્રી લાલ કિલ્લા જેવા પ્લેટફોર્મ હોય કે G-20 જેવી સમિટ હોય એમાં બ્લન્ટલી કહી શકે કે, પહેલા અમારા દેશ વિશે એવું કહેવામાં આવતું હતું કે, આ દેશનો વિકાસ થશે એની સાથે સાથે માતૃશક્તિનો વિકાસ થશે પણ અમે નેરેશન હવે ચેન્જ કરીએ છીએ કે જ્યારે આ માતૃશક્તિનો વિકાસ થશે ત્યારે આ દેશનો વિકાસ થશે. મંત્રીએ રાજય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જેનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. આ અવસરે લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા લાલીરાજા ડૉ. ઉર્વશીકુંવરબાએ મહિલા મંડળ દ્વારા કરવામાં આવતી પ્રવુતિઓની વિગતો આપી હતી. આ અવસરે મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કલાહાટમાં ઉત્કૃષ્ઠ કાર્ય કરનારી મહિલાઓનું સન્માન કરાયું હતું. 21 હજાર મહિલાઓએ વંદે માતરમ્ ગીતનું ગાન કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મહિલા મંદિર દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતી પત્રિકાનું અનાવરણ કરાયું હતું. લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા વંદે માતરમ્ ગીતના 150 વર્ષની ઉજવણીના અવસરે એકસાથે 21000 મહિલાઓએ વંદે માતરમ્ ગીતનું ગાન કરવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો. આ અવસરે મોટી સંખ્યામાં મહિલા સન્નારીઓ ઉપસ્થિત રહી હતી. 30 હજારથી પણ વધુ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ડૉ. ઉર્વશીકુંવરબાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન શક્તિ અને ભક્તિનો સમન્વય, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદથી તેમજ પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા માતુશ્રીના શુભ માર્ગદર્શનથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આજે ૨૨ માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર ઓલમોસ્ટ 30 હજારથી પણ વધુ બહેનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. દેશ-વિદેશથી બધા હરિભક્ત બહેનો આવી રહ્યા છે અને ખૂબ મહાનુભાવો પણ સુરત શહેરથી અને અમારી સાથે શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાજી પણ જોડાણા છે અને અમારી સાથે લાલી રજ્જા પણ જોડાણા છે. આજે આ જે પ્રસંગ છે એની અંદર અમે જે ‘આત્મનિર્ભર ભારત’ને સપોર્ટ કરવા માટે થઈને ‘કલા હાટ’નું જે અમે આયોજન કરતા હોઈએ છીએ, એમ સવારે આજે 140 સ્ટોલનું અહીંયા આયોજન થયું હતું, જેની અંદર અલગ અલગ બહેનોએ આવીને પોતાનો સ્ટોલ અહીંયા નોંધાવ્યો હતો અને આખો દિવસ અહીંયા આગળ એ લોકોએ ‘કલા હાટ’નું શોપિંગ ને બધું કરેલું છે. તમામ સ્ત્રી ભક્તો આજે અમે ‘રાષ્ટ્ર ઉત્સવ’ પણ મનાવવાના છીએ સાથે સાથે એવા બહેનોને કે જે દર વર્ષે આ કલા હાટની અંદર પાર્ટિસિપેટ કરે છે, એમને અમે સર્ટિફિકેટ આપવાના છીએ. સાથે-સાથે 2 હજારથી પણ વધુ દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળે સર્વાઈકલ કેન્સર વેક્સિનેશન અપાવી ચૂક્યા છે અને આજે 500 દીકરીઓ એવી નિરાધાર દીકરીઓ અને બહેનો કે જે પોતે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી, એવી દીકરીઓને લક્ષ્મીનારાયણ દેવ મંડળે દત્તક લીધી હતી અને માતુશ્રીએ દત્તક લીધી હતી. એવી તમામ દીકરીઓ કે જેણે બે ડોઝ કમ્પ્લીટ કર્યા છે, એવી દીકરીઓને માનનીય શિક્ષણ મંત્રી દ્વારા અમે સર્ટિફિકેટ વિતરણ કરાવવાના છીએ અને સાથે સાથે ‘વંદે માતરમ’ને 150 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ સ્ત્રી ભક્તો આજે અમે ‘રાષ્ટ્ર ઉત્સવ’ પણ મનાવવાના છીએ, એ જ આ ઉદ્દેશ્ય છે આજના કાર્યક્રમનો.
    Click here to Read More
    Previous Article
    એસ.જી. હાઈ-વે પર હિટ એન્ડ રન:ગોતા બ્રિજ નજીક રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધાનુ અજાણી થાર ગાડીની ટક્કરે મોત
    Next Article
    Rajkot Crime News | ડોક્ટર સાથે જ ડોક્ટરનો દગો ! વીડિયો બનાવી 25 લાખની ખંડણી! | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment