Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકોને ખીચોખીચ ભર્યા, બેગની બાજુમાં પણ લટકાવ્યાં, VIDEO:અમદાવાદમાં સ્કૂલ રિક્ષાચાલકે માસુમોના જીવ જોખમાં મુક્યો; એક બાળક પડતાં-પડતાં બચ્યું

    2 दिन पहले

    અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સ્કૂલ રિક્ષાચાલક વધુ ભાડાની લાલચમાં માસુમ બાળકોનો જીવ જોખમમાં મૂકતો જોવા મળી રહ્યો છે. રિક્ષાની અંદર ક્ષમતા કરતા વધુ બાળકો તો ભરેલા હતા જ, પરંતુ રિક્ષાની પાછળ જ્યાં સામાન્ય રીતે સ્કૂલ બેગ લટકાવવામાં આવે છે તે જગ્યાએ ત્રણ બાળકોને જીવના જોખમે લટકતી હાલતમાં બેસાડવામાં આવ્યા હતા. ચાલુ રિક્ષામાંથી બાળક પડતાં-પડતાં બચ્યું વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રિક્ષાની પાછળના ભાગે બાળકો પોતાના મોઢા અને પગ બહાર કાઢીને બેઠા હતા. આ દરમિયાન એક બાળક ચાલુ રિક્ષામાં નીચે પડતાં-પડતાં માંડ બચ્યું હતું. આ ઘટના પોતાના બાળકોને રિક્ષામાં સ્કૂલે મોકલતા તમામ વાલીઓ માટે આંખ ઉઘાડનારી અને ચેતવણીરૂપ કિસ્સો સાબિત થઈ રહી છે. E ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પાર્થ ચૌધરીએ કહ્યું કે, વાઇરલ વીડિયોમાં દેખાતા રિક્ષાના નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. રિક્ષાચાલકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર અને વાલીઓની બેદરકારી સામે સવાલો નિયમ મુજબ, 12 વર્ષથી ઓછી ઉંમરના 6 બાળકો અને 12 વર્ષથી વધુ ઉંમરના માત્ર 3 બાળકોને જ સ્કૂલ રિક્ષામાં બેસાડી શકાય છે, તેમજ ડ્રાઇવરની બાજુમાં બેસવા પર પણ મનાઈ છે. આમ છતાં, રિક્ષાચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી બાળકોને ઘેટા-બકરાની જેમ ભરી રહ્યા છે. ટ્રાફિક પોઇન્ટ પર પોલીસની હાજરી હોવા છતાં કડક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં હોબાળો, સ્પીકરે કહ્યું- વિપક્ષનું વર્તન યોગ્ય નહીં:રામ મંદિરના દાનના મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો થવાની સંભાવના; શાહ આજે સંસદ આવી શકે છે
    Next Article
    પાટણમાં 'નશા મુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાન શરૂ:ધારાસભ્ય ડો. કિરીટ પટેલે વ્યસનમુક્તિ પર ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment