Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મિલેટ ખિચડી બન્યું આકર્ષણનું કેન્દ્ર.:ઝાલાવાડવાસીઓ જંક ફૂડ છોડી સ્વાસ્થ્યવર્ધક આહાર અપનાવી રહ્યા છે

    15 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત 'મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'માં મિલેટ ખિચડી લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. ઝાલાવાડના નાગરિકો જંક ફૂડ છોડીને પોષણથી ભરપૂર અને પરંપરાગત મિલેટ ખિચડીનો હોંશભેર આસ્વાદ માણી રહ્યા છે. જુવાર, બાજરી અને રાગી જેવા 'શ્રી અન્ન'ના સંગમથી બનેલી આ ખિચડીને 'સ્વાસ્થ્યનું અમૃત' માનવામાં આવે છે. આ માર્કેટમાં 'અનુબંધ' સંસ્થા સાથે સંકળાયેલા ભૂમિ ઝાલા અને નીલમ વાળા દ્વારા સંચાલિત મિલેટ ખિચડીના સ્ટોલે મુલાકાતીઓને આકર્ષ્યા છે. ભૂમિ ઝાલાના જણાવ્યા અનુસાર, આ ખિચડીમાં જુવાર, બાજરી અને રાગી જેવા વિવિધ મિલેટ્સનો ઉપયોગ થાય છે, જે શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. ગ્લુટેન-મુક્ત હોવાથી તે પાચન માટે હળવી છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખિચડી સાથે ઠંડી છાસ અને તાજું સલાડ પણ પીરસવામાં આવે છે, જે તેને સંપૂર્ણ અને સંતુલિત આહાર બનાવે છે. આ કાર્યક્રમ 'મેદસ્વિતામુક્ત ભારત અભિયાન'નો પણ એક ભાગ બની રહ્યો છે. વર્તમાન સમયમાં પિઝા, બર્ગર અને પેકેજ્ડ ફૂડના અતિરેકને કારણે નવી પેઢીમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. મિલેટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને શરીરમાં બિનજરૂરી ચરબી જમા થતી અટકાવે છે. આ આહાર પદ્ધતિ અપનાવવાથી શરીર સ્ફૂર્તિલું બને છે અને મેદસ્વિતા સામે લડવામાં મદદ મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાત સરકાર 'શ્રી અન્ન'ના પ્રચાર-પ્રસાર અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સક્રિય છે. રાજ્ય સરકાર ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિવિધ સહાય અને તાલીમ પૂરી પાડી રહી છે. 'મિલેટ મિશન' અંતર્ગત આવા ફાર્મર માર્કેટ્સનું આયોજન કરીને સરકાર ખેડૂતોને સીધું બજાર પૂરું પાડે છે અને નાગરિકોને ઝેરમુક્ત આહાર ઉપલબ્ધ કરાવે છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં મિલેટ્સના વાવેતર અને તેના વપરાશને જન-આંદોલન બનાવવા સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યા છે, જેથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને અને શહેરી જનતાનું સ્વાસ્થ્ય જળવાય. 'અનુબંધ' સંસ્થા દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ માત્ર વેચાણ પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું એક સરાહનીય લોક-અભિયાન છે. ઝાલાવાડના નાગરિકો જે રીતે ઉત્સાહભેર આ પ્રાકૃતિક વાનગીનો સ્વાદ માણી રહ્યા છે, તે દર્શાવે છે કે લોકો હવે સ્વાસ્થ્ય બાબતે સભાન બન્યા છે. 'શ્રી અન્ન'ના મહત્વને સ્વીકારીને અને જંક ફૂડનો ત્યાગ કરીને આપણે સૌ એક મજબૂત અને રોગમુક્ત સમાજ તરફ ડગ માંડી રહ્યા છીએ. ચાલો, આ પહેલથી પ્રેરાઈને આપણે પણ આપણા રોજિંદા ભોજનમાં મિલેટ્સનો સમાવેશ કરીએ અને આવનારી પેઢીને તંદુરસ્ત વારસો આપીએ.
    Click here to Read More
    Previous Article
    મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ:શહેરમાં 63 યુનિટ રક્ત સંગ્રહ, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું
    Next Article
    ઉમરગામના ખતલવાડમાં વિવા કંપનીના યુનિટમાં ભીષણ આગ:શેડ અને મશીનરી સાથે રો મટીરીયલ અને તૈયાર માલ બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment