Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામના ખતલવાડમાં વિવા કંપનીના યુનિટમાં ભીષણ આગ:શેડ અને મશીનરી સાથે રો મટીરીયલ અને તૈયાર માલ બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

    5 days ago

    ઉમરગામ તાલુકાના ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી વિવા કંપનીના યુનિટ નંબર-2માં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કંપનીના શેડમાં રાખેલ રો મટીરીયલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે મશીનરીને પણ ભારે નુકસાન થયું હતું. સદનસીબે, સમયસર કામદારો બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કંપનીના શેડના પતરા તૂટીને હવામાં ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળેથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા આશરે ચાર કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા, જે આગની ભયાવહતા દર્શાવે છે. આગની જાણ થતા જ ઉમરગામ નોટિફાઇડ, ઉમરગામ નગરપાલિકા ફાયરની ટીમ તેમજ સરીગામ GIDCના ફાયર ફાઇટરો ફાયર બ્રાઉઝર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે લોકોની ભીડને દૂર ખસેડી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અંદાજ મુજબ, આ ભીષણ આગમાં કંપનીના સેડ, મશીનરી અને મટીરીયલને મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં મિલેટ ખિચડી બન્યું આકર્ષણનું કેન્દ્ર.:ઝાલાવાડવાસીઓ જંક ફૂડ છોડી સ્વાસ્થ્યવર્ધક આહાર અપનાવી રહ્યા છે
    Next Article
    PM Modi High Level Meeting LIVE | વિશ્વ યુદ્ધની સ્થિતિ વચ્ચે PM મોદીની હાઈલેવલ બેઠક | Iran US War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment