Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વ્યાજખોરોથી પીડિતો માટે પોલીસની જનસંપર્ક સભા:બેંક લોન અને ધિરાણ અંગે માર્ગદર્શન પણ અપાશે

    4 days ago

    મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆતો સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા આગામી મંગળવારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિતોને મદદ કરવાનો અને જરૂરિયાતમંદોને બેંક મારફતે લોન મેળવવા અંગે માર્ગદર્શન આપવાનો છે. મોરબી જિલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરોના ત્રાસથી પીડાઈ રહ્યા છે. મેડિકલ સારવાર, ધંધા કે અન્ય જરૂરિયાતો માટે જ્યારે લોકોને રૂપિયાની જરૂર પડે છે, ત્યારે તેઓ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાય છે. આ વ્યાજખોરો ઊંચા વ્યાજ વસૂલીને લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લે છે, અને ત્યારબાદ પણ ધાકધમકી આપે છે. આ જનસંપર્ક સભા મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાશે. મોરબી જિલ્લાના ડીવાયએસપી જે.એમ. આલ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ સભામાં ગેરકાયદે નાણાં ધીરધાર કરતા લોકો કે વ્યાજ વટાવનો ભોગ બનેલા કોઈપણ વ્યક્તિ પોતાની રજૂઆત કરી શકશે. વધુમાં, જે લોકોને ખરેખર નાણાની જરૂર હોય તેમને આ સભામાં હાજર રહેલા જુદી જુદી બેંકના કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા લોન કે ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ પહેલનો હેતુ લોકોને વ્યાજખોરોના ચક્રમાં ફસાતા અટકાવીને બેંકિંગ પ્રણાલી દ્વારા મદદ પૂરી પાડવાનો છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિયદર્શનની 100મી ફિલ્મમાં જોવા મળશે મોહનલાલ:એક્ટરે ડિરેક્ટરની પહેલી ફિલ્મમાં પણ કામ કર્યું હતું; કહ્યું- હું મારી જાતને લકી માની રહ્યો છું
    Next Article
    પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ.12 લાખનો ગાંજો ઝડપાયો:સુરત રેલવે પોલીસના ચેકિંગમાં વિમલનો થેલો મળી આવ્યો; આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment