Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પોલીસકર્મીના લીવઈન પાર્ટનરનું સગીરા પર દુષ્કર્મ:એસ.ટી.ડેપોથી વિદ્યાર્થિનીનું અપહરણ કરી ઓવરબ્રિજ નીચે શિકાર બનાવી; ભરત બામરોટીયાની પોલીસે ધરપકડ કરી

    12 hours ago

    જામનગર શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા આવેલી ગ્રામ્ય વિસ્તારની એક સગીર વિદ્યાર્થિની પર કારમાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. આ ગુનામાં જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને એક મહિલા પોલીસ કર્મચારીના લીવઈન પાર્ટનર એવા ભરત બામરોટીયાની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. વિદ્યાર્થિની બોર્ડની પરીક્ષા આપવા આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર વિદ્યાર્થિની ગત 16મી તારીખે બોર્ડની પરીક્ષા આપવા માટે એસ.ટી. બસ મારફતે જામનગર આવી હતી. ગત 12મી તારીખે આરોપી ભરત બામરોટીયા આ વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો અને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. 15મી તારીખે આરોપીએ વિદ્યાર્થિનીને મેસેજ કરી પૂછપરછ કરી હતી. ત્યારબાદ 16મીએ જ્યારે વિદ્યાર્થિની ડેપો પર ઉતરી ત્યારે આરોપી પોતાની GJ.5.RF.9659 નંબરની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને વિદ્યાર્થિનીને કારમાં બેસાડી હતી. ઓવરબ્રિજ નીચે નિર્જન સ્થળે લઈ ગયો આરોપી તેને નવા ઓવરબ્રિજ નીચે એક નિર્જન સ્થળે લઈ ગયો હતો, જ્યાં કારના કાચ ચડાવીને ધાકધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઝપાઝપી દરમિયાન વિદ્યાર્થિનીને ગળાના ભાગે ઈજાઓ પણ થઈ હતી. ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરિવારજનોએ પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો આટલી ગંભીર ઘટના છતાં વિદ્યાર્થિનીએ અદભૂત હિંમત દાખવી બપોરના સેશનમાં પોતાનું પેપર આપ્યું હતું. સાંજે ઘરે પહોંચતા તેના ગળા પર ઈજાના નિશાન જોઈ પરિવારજનોએ પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ દુષ્કર્મ ઉપરાંત પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભરત બામરોટીયા અગાઉ પ્રેમ લગ્ન કરી ચૂક્યો છે, પરંતુ પત્ની સાથે અણબનાવ થતા હાલ છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. હાલ તે જામનગરની એક મહિલા પોલીસ કર્મચારી સાથે મૈત્રી સંબંધોમાં છે અને તેની સાથે જ પોલીસ હેડક્વાર્ટરમાં રહે છે. તે કાર લે-વેચનો વ્યવસાય કરે છે. ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પડાયો SC/ST સેલના DYSP મિત રુદલાલ અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેની કાર, મોબાઈલ અને કપડાં જપ્ત કર્યા છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહાકાલી ટ્રેડિંગમાં રૂ.1 લાખની ચોરી કરનાર ગેંગનો સાગરીત ઝડપાયો:તેલનો ડબો લેવાના બહાને પૈસાની થેલી પર હાથ સાફ કર્યો, હજુ બે આરોપી ફરાર
    Next Article
    આધેડને માથામાં ધોકો મારતાં 8 ટાંકા આવ્યા:વાડીના શેઢે થાંભલા કાઢવા મુદ્દે હળવદમાં હુમલો, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment