Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ચંદ્રુમાણા ગામે માતાજીનો માંડવા ઉત્સવ યોજાયો:ભુવાજીઓએ વ્યસનમુક્તિ અને શિક્ષણનો સંદેશ આપ્યો

    15 hours ago

    પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે ચૈત્રી નવરાત્રી દરમિયાન શનિવારે રાત્રે શિયોજ, વિહત અને મેલડી માતાજીનો માંડવા ઉત્સવ યોજાયો હતો. આ ભવ્ય આયોજન સોમાભાઈ ભગાભાઈ ખટાણાના યજમાન પદે, વડવાઓ દ્વારા સ્થાપિત માતાજીના સ્થાનકે કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં વિહત માતાના ભુવાજી મફાભાઈ વેલાભાઈ દેસાઈ, ભુવાજી રાજુભાઈ મફાભાઈ દેસાઈ, વીરા વસાની સિકોતર માતાના ભુવાજી હાર્દિકભાઈ અને જયરામભાઈ, ઈન્દ્રોડાના ગફુરભાઈ, સેલાવીના બાબુભાઈ સહિત અનેક ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત ભક્તોને વ્યસનો અને દુષણોથી દૂર રહેવા તેમજ શિક્ષણનો વ્યાપ વધારવા માટે આશીર્વાદ આપી ટકોર કરી હતી. આ પ્રસંગે સાણોદરડાના હીરાભાઈ ભુવાજી દ્વારા વિહત માના ભુવા રાજુભાઈનું લાલ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. યજમાન પરિવારે પણ તમામ ભુવાજીઓને રોકડ ભેટ આપી સન્માનિત કર્યા હતા.આ ધાર્મિક કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની સ્તુતિ તથા ગુણગાન ગાયા હતા.
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટર:આ સંસાર દુ:ખથી ભરેલો કેમ છે?
    Next Article
    મહાકાલી ટ્રેડિંગમાં રૂ.1 લાખની ચોરી કરનાર ગેંગનો સાગરીત ઝડપાયો:તેલનો ડબો લેવાના બહાને પૈસાની થેલી પર હાથ સાફ કર્યો, હજુ બે આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment